Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોળી સમાજના પ્રમુખપદને લઈ કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન:કહ્યું- 'સમાજ મને સર્વસંમતિથી પદ સોંપશે તો જ હું સ્વીકારીશ, ચૂંટણી નહીં લડું'

    8 hours ago

    કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. જેમાં બે સૌથી મોટા અને સંવેદનશીલ મુદ્દાઓ અંગે મહત્વની જાહેરાતો કરી હતી. એકતરફ તેઓએ સમગ્ર સૌરાષ્ટ્રના જનજીવન અને ખેતીને સીધી અસર કરતા પાણીના ગંભીર પ્રશ્ન પર સરકારના એક્શન પ્લાનની વિગતો આપીને લોકોને મોટું આશ્વાસન આપ્યું હતું. બીજીતરફ છેલ્લા ઘણા સમયથી ભારે વિવાદો અને ચર્ચાઓના કેન્દ્રમાં રહેલા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદની ખેંચતાણ અંગે પોતાની રાજકીય અને સામાજિક સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી હતી. અને જણાવ્યું કે, કોળી સમાજ સર્વસંમતિથી પ્રમુખ પદ સોંપશે તો જ હું સ્વીકારીશ, ચૂંટણી નહીં લડું. મંત્રીનાં આ સત્તાવાર નિવેદનોના કારણે સમગ્ર રાજ્યના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. સર્વસંમતિથી મને ફરીથી અધ્યક્ષની જવાબદારી મળશે તો જ હું સ્વીકાર કરીશ- કુંવરજી બાવળિયા છેલ્લા કેટલાક સમયથી અખિલ ભારતીય કોળી સમાજના સર્વોચ્ચ અધ્યક્ષ પદને લઈને ચાલી રહેલા આંતરિક વિવાદો, જૂથબંધી અને ખેંચતાણના મામલે પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ તમામ અટકળોનો અંત આણતું મોટું નિવેદન આપ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હું કોઈ નવો ચહેરો નથી, હું અગાઉ પણ અખિલ ભારતીય કોળી સમાજમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે લાંબા સમય સુધી સફળતાપૂર્વક અને ગૌરવપૂર્વક જવાબદારી નિભાવી ચૂક્યો છું. બંધારણીય અને વર્તમાન વહીવટી પરિસ્થિતિ મુજબ હજુ આગામી 6 મહિના સુધી હું જ આ પદ પર સત્તાવાર રીતે રહેવાનો છું. આ નિર્ધારિત 6 મહિનાના મર્યાદિત કાર્યકાળ દરમિયાન સમાજના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે લોકશાહી ઢબે મજબૂત કરવા માટે ઇલેક્શન, સિલેક્શન અને નવી સત્તાવાર મતદાર યાદી તૈયાર કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ મારા સીધા માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવશે. અધ્યક્ષ પદની આગામી ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા કરતા કુંવરજી તેમણે કહ્યું કે, મારા કાર્યકાળમાં જે નવી અને સુધારાવાળી મતદાર યાદી તૈયાર થવાની છે, તેના આધારે હું પોતે ભવિષ્યમાં કોઈ ચૂંટણી લડવાનો નથી. જો સમગ્ર કોળી સમાજના આગેવાનો, વડીલો અને કાર્યકરો એકતા બતાવીને, કોઈ પણ પ્રકારના આંતરિક વિખવાદ વગર સર્વસંમતિથી (બિનહરીફ) મને ફરીથી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપશે, તો જ હું સમાજના હિતમાં તેનો સ્વીકાર કરીશ. જો સમાજમાં ખેંચતાણ હશે તો હું સામેથી કોઈ ચૂંટણી લડવા કે પદ મેળવવા માટે દાવેદારી કરવાનો નથી. એક બે દિવસમાં સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાનું પાણી પહોંચી જશે- બાવળિયા બીજી તરફ સૌરાષ્ટ્રમાં ઉનાળાના અંત ભાગમાં અને ચોમાસાની શરૂઆત પહેલાં પીવાના તેમજ સિંચાઈના પાણીની ઊભી થતી અછતને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાણી પુરવઠા અને સિંચાઈ બાબતે સરકાર તરફથી બહુ મોટી અને રાહત આપનારી જાહેરાત કરી હતી. તેમણે પાણીના ગંભીર પ્રશ્ન અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રીએ જ સિંચાઈ વિભાગમાંથી નર્મદાનું પાણી તાત્કાલિક ધોરણે છોડવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરાવી દીધી છે. આ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગત કેબિનેટ બેઠકમાં પણ સરકાર દ્વારા 'સૌની યોજના' અંતર્ગત નર્મદા નદીનું વધારાનું પાણી સૌરાષ્ટ્ર તરફ વાળવાનો અને ડેમો ભરવાનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. મંત્રી બાવળિયાએ સૌરાષ્ટ્રની જનતા, પશુપાલકો અને ખેડૂતોને સીધી ખાતરી આપતા ઉમેર્યું હતું કે, સરકારના આ ત્વરિત અને આયોજનબદ્ધ નિર્ણયના પરિણામે આગામી 1 થી 2 દિવસની અંદર જ સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા અને મુખ્ય ડેમોમાં નર્મદા અને સૌની યોજનાનું પાણી પહોંચી જશે. આ પાણી પહોંચવાને કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સર્જાતી પીવાના પાણીની સ્થાનિક સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે. આ સાથે જળાશયોના તળ ઊંચા આવવાથી ખેડૂતોને પણ પોતાના પાક અને પશુઓ માટે મોટી રાહત મળશે. સરકાર આ સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થા પર સીધી દેખરેખ રાખી રહી છે જેથી કોઈ પણ વિસ્તાર પાણીથી વંચિત ન રહે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ એક જ દિવસમાં સૌરાષ્ટ્રના પાણીના પ્રશ્ને આક્રમક વહીવટી કામગીરી બતાવી છે, તો સામાજિક સ્તરે કોળી સમાજમાં ચાલતા ગજગ્રાહ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરીને પોતાની ભવિષ્યની રણનીતિ અને પદની ગરિમા સ્પષ્ટ કરી દીધી છે. તેમના આ નિવેદનોથી આગામી દિવસોમાં સામાજિક સંગઠનોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    9 વર્ષથી નાસતા-ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપ્યો:'લાખા કોડીયાતર' ને રવિરાજ હોટલ પાસે દબોચ્યો, પ્રોહિબિશનનો સિટી 'સી' પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો
    Next Article
    CJP Protest में आई NEET की Student ने बताया, कितनी दिक्कतों से दी थी परीक्षा | Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment