Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા સિવિલ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને આરોગ્યકર્મીઓ જોડાયા

    1 day ago

    શહેરની 1200 બેડની સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. “યોગઃ કર્મસુ કૌશલમ્” અને “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ”ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને આરોગ્યકર્મીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી સહિત હોસ્પિટલ પરિવારના ફેકલ્ટી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગ નિષ્ણાત ડૉ. નમ્રતા શાહ અને સમતા પુંજવાણીએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવી શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવવાના મહત્વ સમજાવ્યું હતું. યોગ સત્ર દરમિયાન ઉપસ્થિત તમામ આરોગ્યકર્મીઓએ એકસાથે યોગાભ્યાસ કરી “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ”ના વૈશ્વિક સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. યોગાભ્યાસ બાદ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ રોમાંચ ઉપાધ્યાય અને નર્સિંગ અધિકારી જલ્પાબેન પરમારે ભજનની રજૂઆત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોને આરોગ્યપ્રદ અને પૌષ્ટિક નાસ્તો પીરસવામાં આવ્યો હતો, જેમાં કેળા, ફણગાવેલા મગ અને લીંબુ પાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે નિયમિત યોગ, સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ, ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, યોગ માત્ર શરીરને તંદુરસ્ત રાખવાનું સાધન નથી, પરંતુ મનને શાંત, એકાગ્ર અને સકારાત્મક બનાવવાની શ્રેષ્ઠ જીવનપદ્ધતિ છે. આરોગ્યકર્મીઓ માટે યોગ તણાવમુક્તિ, કાર્યક્ષમતા અને માનસિક સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાં લાગી આગ:ઝુડિયો શોરૂમ પાસે ઘટના, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    Chotaudepur Leopard Attack | છોટાઉદેપુરમાં 11 વર્ષીય બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment