Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાં લાગી આગ:ઝુડિયો શોરૂમ પાસે ઘટના, કોઈ જાનહાનિ નહીં

    1 day ago

    ગોધરાના વાવડી વિસ્તારમાં આવેલા ઝુડિયો શોરૂમ પાસે પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાર્ક કરેલી આ કારમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખી સ્વિફ્ટ કાર આગની લપેટમાં આવી ગઈ અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ફાયર ઉપકરણોની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, જ્યારે કારમાં આગ લાગી ત્યારે તેમાં કોઈ સવાર નહોતું. જેના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.\ જોકે, કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોઈ શકે છે, જેની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક યોગાભ્યાસ યોજાયો
    Next Article
    અસારવા સિવિલ હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:મોટી સંખ્યામાં તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને આરોગ્યકર્મીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment