Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતર ખોદી નંખાતા ખેડૂતો વિફર્યા‎:છેલ્લા એક સપ્તાહથી ખાનગી વીજ કંપનીની જોહુકમી અને વળતર મુદ્દે ચાલતું ઉપવાસ આંદોલન વધુ આક્રમક બન્યું

    1 day ago

    રાજયમંત્રી કાંતિલાલ અમૃતીયાના જેતપરના ખેડૂતો અને ખાનગી કંપની વચ્ચે છેલ્લા એકાદ માસથી ઘર્ષણ થઈ રહ્યું છે, અને એક સપ્તાહથી હકની ખેતીની જમીન પર હેવી વીજ લાઈન પસાર કરવા કોઈપણ જાતનું વળતર ચૂકવ્યા વગર ખેતરોમાં વીજપોલ નાખતા જમીન કપાત થવાથી આજીવિકા છીનવાઈ જાય એમ હોવાથી ખેડૂતોએ જલદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પોતાની વાજબી માગણીનો અવાજ બુલંદ કરવા આમરણાંત ઉપવાસ શરૂ કરવા છતાં કંપનીએ કામ અટકાવ્યું નથી અને ખેડૂતોના વિરોધ છતાં ખેતર ખુંદી નાખતાં શનિવારે ખેડૂતો કંપની સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે જેતપર આઉટસ્ટેટ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. પરંતુ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી રોષે ભરાયા હતા અને મહિલાઓએ પોલીસ સ્ટેશનના પરિસરમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેતપર ગામે ખેડૂતોના આંદોલનને મોરબી શહેરના લોકો પણ સમર્થન આપે તે માટે પાટીદાર યુવા સેવા સંઘના ઉપક્રમે રવાપરમાં ઇમરજન્સી મિટિંગ યોજાઈ હતી. જેમાં મનોજ પનારાએ મોરબીના લોકોને દરરોજ સાંજે જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ઉમટી પડવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે, હાલ 8 લાઈનના સર્વે ચાલુ છે. આગામી સમયમાં 18 લાઈન બીજી આવવાની છે. જેથી કોઈ ગામ બચી શકશે નહીં. 8 દી’માં ન્યાય ન મળે તો મહિલાઓની ગાંધીનગર સુધી સ્કૂટર રેલી‎ ખેડૂતોને ન્યાય અપાવવા નારી શક્તિ મેદાને પડી છે. જેમાં પાંચ ખેડૂતના આમરણાંત ઉપવાસમાં આજે ત્રણ બહેનો નિર્મળાબેન રામજીભાઈ અઘારા, દક્ષાબેન દીપકભાઈ અમૃતિયા, મોતીમા મગનભાઈ જાકાસણીયા જોડાયા છે. જ્યારે રેખાબેન એરવાડીયાએ ખેડૂતોને સંબોધન કરતા હકની લડાઈ માટે સરકાર અને કંપનીને નારી શક્તિનો પરિચય કરાવવાનો લલકાર કર્યો હતો અને ઉમેર્યું હતું કે સરકાર અને ખાનગી કંપનીને ફરજનું ભાન કરાવવા તમામ મહિલાઓ એકજૂથ થઈને લડશે તેવું જણાવીને જો આઠ દિવસમાં ખેડૂતોને યોગ્ય ન્યાય ન મળે તો તમામ મહિલાઓ મોરબીથી ગાંધીનગર સુધી સ્કૂટર રેલી કાઢશે તેવી ચીમકી ઉચ્ચારી છે. પોલીસે એફઆઈઆર‎નોંધવાને બદલે અરજી લીધી‎ ખેડૂતોને ન્યાય આપવાને બદલે શરૂઆતથી જ કંપની અને સરકારના ઈશારે પોલીસ ઉલટી દિશામાં જ કામગીરી કરી રહી હોવાના અનેક આક્ષેપ થયા હતા. ત્યારે આજે ખેડૂતો કંપની અને તેના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને ગયા હતા. પણ એફઆઈઆર લેવાને બદલે ખેડૂત જીતેન્દ્ર હીરાલાલ અમૃતિયાની સાદા કાગળ પર અરજી લઈને કામગીરી કર્યાનો સંતોષ માન્યો હતો. 15 ખેડૂતે મુંડન કરી કંપનીનું‎બારમું અને પિંડદાન કર્યું‎ આજે જેતપર અને આસપાસના ગામના 15 જેટલા ખેડૂતોએ દમનના વિરોધમાં મુંડન કરાવ્યું છે. ઉપવાસ છાવણી ખાતે એકઠા થયેલા ખેડૂતોએ આ મુંડન કરાવીને પ્રતીકાત્મક રીતે વીજ કંપનીઓનું ''બારમું'' અને ''પિંડદાન'' કર્યું હોવાનો રોષ ઠાલવ્યો હતો. આંદોલનકારી ખેડૂત નિતેશ જાકાસણિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના સતત વિરોધ છતાં કામ બંધ કરવામાં આવતું નથી.
    Click here to Read More
    Previous Article
    સાયબર ફ્રોડનો દોઢ વર્ષથી ફરાર આરોપી:સુરતથી ઝડપાયો, સોનગઢ પોલીસે કરી ધરપકડ
    Next Article
    Statue Of Unity Yoga Day 2026 | SOUમાં પુર્ણેશ મોદીની હાજરીમાં યોગ દિવસની ઉજવણી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment