Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડનો દોઢ વર્ષથી ફરાર આરોપી:સુરતથી ઝડપાયો, સોનગઢ પોલીસે કરી ધરપકડ

    1 day ago

    સોનગઢ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીને સુરતથી ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તાજેતરમાં આ કાર્યવાહી કરી હતી. આરોપી લોન આપવાના બહાને ફરિયાદી પાસેથી રૂ. 32,300 પડાવી લીધા બાદ ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી નિતીનકુમાર મહેન્દ્રભાઇ મકવાણાએ તારીખ 16 સપ્ટેમ્બર 2023થી 26 ડિસેમ્બર 2023 દરમિયાન ફરિયાદીને લોન આપવાની લાલચ આપી હતી. તેણે લોન પ્રોસેસિંગના નામે અલગ-અલગ ચાર્જ પેટે ક્યુ.આર. કોડ મોકલીને ફરિયાદી પાસેથી કુલ રૂ. 32,300 પડાવી લીધા હતા. આરોપીએ પૈસા લીધા બાદ લોન ન આપીને છેતરપિંડી આચરી હતી. આ મામલે ગત તારીખ 06 જાન્યુઆરી 2025ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.વી. ઢોલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે આ સાયબર ફ્રોડના ગુનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર. ચૌધરી અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. આખરે, પોલીસે સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા આરોપી નિતીનકુમાર મહેન્દ્રભાઇ મકવાણાને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બિલખા ગામનો વતની આ આરોપી હાલ સુરતમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતો હતો.
    Click here to Read More
    Previous Article
    તાપીના વ્યારામાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો:રાજ્યમંત્રી ડો. જયરામ ગામીતની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
    Next Article
    ખેતર ખોદી નંખાતા ખેડૂતો વિફર્યા‎:છેલ્લા એક સપ્તાહથી ખાનગી વીજ કંપનીની જોહુકમી અને વળતર મુદ્દે ચાલતું ઉપવાસ આંદોલન વધુ આક્રમક બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment