Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાને રજૂઆત‎:ચિત્રોડીપુરાથી શિવમ રેસીડન્સી સુધી ત્રણ વર્ષથી ગટર કામ ચાલતાં આક્રોશ

    1 day ago

    મહેસાણા શહેરના ચિત્રોડીપુરા વસાહત, શિવમ રેસીડન્સી, સાઈનાથ અને ઈન્દિરાનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગટરની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં તોડી પાડેલા જાહેર માર્ગો અને આંતરિક રસ્તાઓ કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આજ દિન સુધી ફરીથી બનાવ્યા નથી. નિયમ મુજબ વૈકલ્પિક રસ્તાની સુવિધા આપવી અનિવાર્ય હોવા છતાં જીયુડીસી કે મનપા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયાં નથી, જેના કારણે 500 જેટલા પરિવારો હાલાકી ભોગવી રહ્યા છે. સામાજિક કાર્યકર વિનોદ ચૌહાણે મ્યુનિસિપલ કમિશનરને લેખિત આપ્યું છે કે, સમગ્ર શહેરમાં પ્રી-મોન્સૂન કામગીરી ચાલી રહી છે, પરંતુ અમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરાઇ નથી. ચોમાસા પહેલાં આગોતરી કામગીરી નહીં કરવામાં આવે તો મોટા ભૂવા અને ખાડા પડવાની પૂરેપૂરી શક્યતા છે. તેમજ ગટર અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાનો પણ મોટો ભય છે. આથી આ વિસ્તારોમાં વહેલી તકે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવે. GUDC કંપની દ્વારા તોડવામાં આવેલા આંતરિક અને મુખ્ય રસ્તાઓનું તાત્કાલિક પેચવર્ક કે પુનઃ નિર્માણ કરવામાં આવે તેમજ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની કે ભૂવા પડવાની સ્થિતિને પહોંચી વળવા એડવાન્સ પ્લાનિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    અધિક કલેક્ટરને આવેદન:ટેટની પરીક્ષા ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષક સંઘનાં ધરણાં
    Next Article
    BharatNet’s last mile woes: just 45 per cent connections active

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment