Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવાર સુધીમાં હાજર નહીં થાય તો ખાતાકીય પગલાં‎:વિદેશ ગયેલ દીતાસણનાં આચાર્યાને બે દિવસમાં હાજર થવા અલ્ટીમેટમ

    1 day ago

    મહેસાણા તાલુકાની દીતાસણ પ્રાથમિક શાળાનાં વિદેશ ગયેલાં આચાર્યા પ્રગતિબેન પટેલને સોમવાર સુધી બે દિવસમાં હાજર થવા જિલ્લા શિક્ષણ વિભાગે અલ્ટીમેટમ આપ્યું છે. દીતાસણ પ્રાથમિક શાળાનાં આચાર્યા પ્રગતિબેન પટેલ 13 નવેમ્બર, 2025થી 9 ફેબ્રુઆરી, 2026 સુધીની વિદેશ જવાની મંજૂરી (NOC) લઇને ગયા હતા. જે સમય મર્યાદા પૂરી થયાને પણ ચાર મહિના વીતી જવા છતાં પરત હાજર થયા નથી. જેને લઇ બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે, જે તેમની ફરજ પ્રત્યેની નિષ્કાળજી દર્શાવે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.શરદભાઈ ત્રિવેદીના આદેશથી ટીપીઓ કૌશિકભાઈ દેસાઈ દ્વારા નોટિસ અપાઇ છે. જેમાં આચાર્યને બે દિવસમાં સોમવાર સુધી પોતાનો ખુલાસો રજૂ કરવા અને તાત્કાલિક ફરજ પર હાજર થવા તાકીદ કરવામાં આવી છે. જો નિયત સમય મર્યાદામાં હાજર નહીં થાય, તો તેમની સામે ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શું વૈભવ ફાઈનલમાં ફરી સેન્ચુરી ફટકારશે?:U-19 વર્લ્ડ કપમાં 175 રન બનાવ્યા હતા; વિવાદ અને ખરાબ ફોર્મ વચ્ચે શ્રીલંકા સામે મેચ
    Next Article
    અધિક કલેક્ટરને આવેદન:ટેટની પરીક્ષા ફરજિયાત સામે પ્રાથમિક શિક્ષક સંઘનાં ધરણાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment