Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિચારોના વૃંદાવનમાં:સ્નેહ, સંવેદના અને ગરીબી વચ્ચે ઝૂલતું પિતૃત્વ!

    9 hours ago

    લાડકી દીકરી પર ઘણુંબધું લખાયું છે. વહાલી દીકરી માટે લાડકા પપ્પા ખૂબ જ મહત્ત્વના હોય છે. લાડકા પપ્પા જે વાત કોઈને ન કરે એ પોતાની વહાલી દીકરીને કરે છે. પપ્પાને એક જ વાતનો ગમ સતાવે છે કે દીકરી ઝટપટ મોટી થઈ જાય છે. એ મોટી થાય એના ત્રણ તબક્કા જાણી રાખવા જોઈએ : પ્રથમ તબક્કો એટલે : યસ, પપ્પા! બીજો તબક્કો એટલે : વ્હાય પપ્પા! ત્રીજો તબક્કો એટલે : વ્હાય નૉટ પપ્પા! કોઈને પણ ખબર ન પડે એવો ચોથો તબક્કો કેવળ પ્રેમાળ પપ્પાને સમજાય છે. એ તબક્કો એટલે દીકરીની ગેરહાજરી વસમી લાગે ત્યારે કોઈ ન જાણે તેમ રડી લેવાનો તબક્કો! નરસિંહ મહેતાએ પત્ની ગુજરી ગઈ ત્યારે કહ્યું : ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.’ આવો દૃઢ વૈરાગી નરસૈંયો કુંવરબાઈનું મામેરું કરવા વેવાઈને ત્યાં પહોંચી ગયેલો. પ્રત્યેક પપ્પાને કુંવરબાઈ જેવી દીકરી મળવી જોઈએ. લગ્નના માંડવેથી દીકરીને વળાવતી વખતે ગમે એવો નિષ્ઠુર બાપ પણ થોડીક ક્ષણ માટે નરસિંહ મહેતો બની રહે છે. સાસરે જતી દીકરી સુખી થશે કે દુઃખી? આ પ્રશ્નનો જવાબ છે : ‘સસ્પેન્સ.’ પપ્પા દાઢી કરે ત્યારે સામે બેઠેલો દીકરો ગાલ પર આકાર લેતી ફીણ-ઘટનાને વિસ્મયપૂર્વક જોતો રહે છે. એ દીકરાને પોતાના ગાલ પર સાબુનું ફીણ લગાડીને રેઝર ફેરવવાનું મન થાય છે. સમજુ પપ્પા એના ગાલ પર બ્રશ ફેરવીને સફેદ ફીણ લગાડી આપે છે, પરંતુ રેઝરમાંથી બ્લેડ કાઢી લે છે. બાળક નિરાંતે રેઝર ફેરવતો રહે છે અને ગાલ પરથી ફીણ ઘટતું જાય એમ હરખાતો રહે છે. દીકરાનો ભ્રમ પણ કુંવારા વિસ્મયથી ભર્યો ભર્યો હોય છે. જો આ દૃશ્યની ફિલ્મ પાડી લેવામાં આવે તો! મોટો થઈને જ્યારે દીકરો પપ્પાની સામે થાય ત્યારે એ ફિલ્મ કદાચ ખપ લાગે! પેટલાદ પાસે મરિયમપુરા ગામમાં જિતેન્દ્ર ફિલિપ નામે પ્રેમાળ પપ્પા રહે છે. ગામમાં ચર્ચ તરફથી ચાલતી માધ્યમિક શાળામાં જિતેન્દ્ર શિક્ષક છે. એની કાયા જ્યોતીન્દ્ર દવે જેવી છે, તેથી હું એને કાયમ ‘પહેલવાન’ કહું છું. પપ્પા અને શિક્ષક વચ્ચે મેળ પડી જાય તો શિક્ષણમાં તેજ પ્રગટે. જિતેન્દ્ર ઈસુભક્ત છે. એણે ભેટ આપેલો તારો નાતાલના દિવસોમાં મારા ઘરે વર્ષોથી અજવાળું પાથરે છે. જિતેન્દ્ર ગરીબીમાંથી બેઠો થયેલો સંનિષ્ઠ શિક્ષક છે. એનું હૃદય પણ એક ધબકતું ચર્ચ છે. મોંઘવારી વધે ત્યારે માલદાર માણસની સિલક ખોરવાય છે, મધ્યમ વર્ગના માણસનું બજેટ ખોરવાય છે અને ગરીબ માણસનું જીવન ખોરવાય છે. જાહેરખબરની પજવણી પામવામાં સ્ત્રીઓ મોખરે હોય છે. જાહેરખબર માલદાર ગૃહિણીના સમૃદ્ધ અહંકારને પંપાળે છે, મધ્યમ વર્ગની ગૃહિણીને લલચાવે છે અને ગરીબ ગૃહિણીને પરેશાન કરે છે. આપણી નિશાળોમાં અપૂર્ણાંક વિશે ભણાવવામાં આવે છે. જ્યારે જ્યારે ગરીબના ઘરમાં બે રોટલા પાંચ જણા વચ્ચે વહેંચીને ખાવાની નોબત આવે ત્યારે બાળકોને અપૂર્ણાંક આપોઆપ આવડી જાય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ફાટેલી ગોદડી ઓઢીને ભેગાં પડી રહેલાં છોકરડાં અંદર અંદર જે ખેંચાતાણી કરે એની જાણ કેવળ અંધારાને જ હોય છે. દેશની ગરીબી કિલોગ્રામને હિસાબે ઘટે છે અને વસ્તી ક્વિન્ટલના હિસાબે વધે છે. ગરીબ હોય તોય પપ્પા તો પપ્પા જ રહે છે! જે પપ્પા બાળકોને એક કપ દૂધ ન આપી શકે એના હૃદયની પીડા ગરીબ થોડી હોય? જ્યાં જીવવાનાં ફાંફાં હોય ત્યાં લાડકોડ ગેરહાજર હોય છે. ‘લાડકોડ’ શબ્દને સમૃદ્ધિ પ્રત્યે જબરો પક્ષપાત હોય છે. દેશની ગરીબી ક્યારેય મટશે ખરી? પપ્પા-મમ્મીનાં લાડકોડ ન પામ્યાં હોય એવાં લાખો-કરોડો બાળકો મોટાં થાય પછી નાગરિક બને એ કેવાં હશે? ક્યારેક લાગે છે કે કશુંય બદલાતું નથી. માલદાર પપ્પાનો કોઈ લાડકવાયો સ્ટેશનના પ્લેટફોર્મ પર આઈસક્રીમના કપમાંથી ચમચો મારીને આઈસક્રીમ વડે પોતાના હોઠ ગંદા કરે એ જોઈને પાસે ઊભેલા ગરીબ બાળકના મોંમાં જે પાણી આવે એને ગંગાજળ ગણવા કોણ તૈયાર થાય? મોંમાં પાણી આવે, પણ વાનગી ન મળે ત્યારે ગરીબ બાળકને જે વ્યથા થાય એ શબ્દથી પર હોય છે. ક્યારેક એ ગરીબ બાળક પણ પારકા ટીવી પર ચોકલેટની કે આઈસક્રીમની આકર્ષક જાહેરખબર જોઈને કેવી ખલેલ પામતો હશે? કોઈ ગરીબ પપ્પા જો મન કઠણ કરીને આઈસક્રીમનો એક કપ ખરીદે તો એમાં ભાગ પડાવનારા જીવ કેટલા? કલ્પના કરવા જેવી છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક સુખી પરિવાર ટ્રેનની રાહ જોઈને ઊભો છે. બાળકો મોજથી આઈસક્રીમ ખાઈ રહ્યાં છે. પપ્પા-મમ્મી પણ પોતપોતાના કપમાંથી આઈસક્રીમ ખાઈ રહ્યાં છે. જેઠ મહિનાના ઉકળાટમાં ઉપર ફરતો પંખો પણ ગરમ હવા ફેંકી રહ્યો છે. એ વખતે પાસે ઊભેલાં ચાર ગરીબ બાળક ટગર ટગર આઈસક્રીમના કપને જોઈ રહ્યાં છે. અચાનક પપ્પાના મનમાં પવિત્ર ઝબકારો થાય છે. એ ચાર કપ ખરીદે છે અને પેલાં ગરીબ બાળકોના હાથમાં મૂકી દે છે. શું આવું બને એ અશક્ય છે? ના, શક્ય છે. પાઘડીનો વળ છેડે જાહેરખબર આપનારી મોટી મોટી કંપનીઓની કુદૃષ્ટિ ટાર્ગેટ ગ્રૂપ્સને ધ્યાનમાં રાખે છે. જાહેરખબર પપ્પાના કાનમાં કહે છે : ‘દુનિયા ફંસતી હૈ, ફંસાનેવાલા ચાહિયે.’ શું માણસનો જન્મ પ્રચારના ધોધ નીચે ઊભા રહીને પોતાની સ્વતંત્ર વિચારશક્તિ અને વિવેકશક્તિની આહુતિ આપવા માટે થાય છે? કહેવું પડશે કે ટીવી લોકપ્રિય સરમુખત્યાર છે. } Blog: http://gunvantshah.wordpress.com
    Click here to Read More
    Previous Article
    Happy Father’s Day 2026: Best Wishes, Quotes, Messages, Images and Greetings to Share with Your Dad
    Next Article
    અસ્તિત્વની અટારીએથી:મિટિંગાઇટીસ, સાવ નવો રોગ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment