Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોર આતંક:માંજલપુરના વ્યાજખોરે ઉઘરાણી કરી કહ્યું ‘મરી જા’,રિક્ષાચાલકનો આપઘાત

    11 hours ago

    અટલાદરામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે કપાસમાં નાખવાની ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. અટલાદરા પોલીસે માંજલપુરના વ્યાજખોર સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગુલાબી વુડાના મકાનમાં રહેતા રાજમહેલ કમ્પાઉન્ડમાં ગોલ્ફના કોચ સાગર ઠાકોરના પિતા રાજુભાઈ ભાડેથી રિક્ષા ચલાવે છે. 17 જુને સવારે 10.30 વાગ્યે પિતરાઇ પ્રિયા ઠાકોરે સાગરને જાણ કરી હતી કે, મામા મારી દુકાને આવ્યા હતા અને કપાસમાં નાખવાની દવા પી ગયા છે. રાજુભાઈને 108માં ગોત્રી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તેમણે પુત્રોને કહ્યું હતું કે, મેં મિહીર (રહે, માંજલપુર) પાસેથી રૂ.10 હજાર વ્યાજે લીધા હતા. 2 મહિનાથી વ્યાજ બાકી હતું. 16મીએ માંજલપુર સ્મશાન પાસે હતો ત્યારે મિહીરે આવી ઝપાઝપી કરી રૂ.20 હજાર, ફોન લૂંટી લીધા હતા. તે કહેતો હતો કે, મરી જવુ હોય તો મરી જા, રૂપિયા આપવા પડશે. પોલીસ ફરિયાદ કરી તો મારી નાખીશ. ડરમાં કપાસમાં નાખવાની દવા પી ગયો છે. રાજુભાઈનું સારવાર દરમિયાન શુક્રવારે મોત નીપજ્યું હતું. રૂા.20 હજારની સામે રૂા.1.40 લાખ ચૂકવવા છતાં મિહિરે ત્રાસ આપ્યો પ્રિયા ઠાકોરે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા મામા રાજુભાઈએ બે વર્ષ અગાઉ રૂ.20 હજાર મિહીર પાસેથી લીધા હતા. તે રોજના રૂ.200 આપતા હતા. તેમણે મને તમામ વાત કરી હતી. બે વર્ષમાં તેમણે રૂ.1.40 લાખ રૂપિયા ચૂકવી દીધા હશે. જોકે તેમ છતાં મિહીર તેમના પર ત્રાસ ગુજારતો હતો. તે તેમને ઘણીવાર માર પણ મારતો હતો. પોલીસ આ મામલે તપાસ કરે તો ઘણા પૂરાવા મળી શકે છે. રાજુભાઇને લખતા નહોતું આવડતું, અંતિમ ચિઠ્ઠી કોણે લખી તે મોટો પ્રશ્ન રાજુભાઈ ઠાકોર બુધવારે તેમના સાળી પાસે ગયા હતા. જ્યાં મિહીરના ત્રાસની વાત કરી હતી. બાદમાં રિક્ષા લઈને નીકળી તેમાં જ દવા પીધી હતી. તેમને લખતા આવડતુ નહોતું. કોઈ બીજી વ્યક્તિ પાસે મિહીરે તા.16એ માર મારી રૂપિયા લૂંટી લીધા હોવાની ઘટના કાગળ પર લખાવી હતી. મિહીરના ત્રાસથી આપઘાત કરે છે, તેમ લખાવ્યું હતું. તેમણે મને ન્યાય અપાવજો તેમ લખ્યું હતું. જોકે તે અંતિમ ચિઠ્ઠી કોણે લખી તેની તપાસ કરાશે.
    Click here to Read More
    Previous Article
    વાતાવરણ ન ડહોળાય તે માટે પોલીસ સતર્ક:વિવાદિત રાજકીય પોસ્ટ વાઇરલ ન કરવા વેપારી પાસે ~50 હજાર ખંડણી માગનાર સદ્દામ-આરીફ સામે ગુનો
    Next Article
    લૂંટની ઘટના:ગોત્રીમાં ધોળે દિવસે મદદ માગીને મહિલાને કેફી દ્રવ્ય સુંઘાડ્યું, ઘરેણાં-રોકડ લૂંટી લેવાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment