Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર કચેરીમાં નાયબ મુખ્યમંત્રીની મહત્વની બેઠક:હળપતિ આવાસ યોજનાના લાભાર્થીઓને હવે ધક્કા નહીં ખાવા પડે, વહીવટી તંત્રને પ્રોપર્ટી કાર્ડ, વારસાઈ પ્રશ્નો સત્વરે ઉકેલવા તાકીદ

    8 hours ago

    સુરત શહેર અને જિલ્લામાં વસતા હળપતિ તેમજ આદિવાસી સમાજના નાગરિકો માટે ઘરનું ઘર મેળવવું અને તેના માલિકી હક્કો સુરક્ષિત કરવા એ વર્ષો જૂની જટિલ સમસ્યા રહી છે. આ ગરીબ અને વંચિત પરિવારો પાત્રતા ધરાવતા હોવા છતાં ટેકનિકલ, વહીવટી ખામીઓ અને વારસાઈના ગૂંચવાયેલા પ્રશ્નોના કારણે આવાસના હક્કથી વંચિત રહી જતા હતા. પ્રોપર્ટી કાર્ડ મેળવવામાં પડતી અડચણો અને સરકારી કચેરીઓના ધક્કાના કારણે હળપતિ સમાજ ભારે હાલાકી ભોગવી રહ્યો છે. આ ગંભીર લોક-સમસ્યાને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં આ તમામ પડકારોનો કાયમી નિકાલ લાવવા માટે નક્કર આયોજન હાથ ધરાયું છે. સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાસ સંયુક્ત સમિતિની રચના બેઠક દરમિયાન હળપતિ આવાસ યોજના હેઠળ પાત્ર હોવા છતાં જે લાભાર્થીઓને હજુ સુધી ઘર મળ્યા નથી તેના કારણોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ટેકનિકલ અને વહીવટી અવરોધોને કાયમી ધોરણે દૂર કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવેથી સુરત વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ સંયુક્ત રીતે એક વિશેષ હાઈપાવર કમિટી બનાવશે. આ સમિતિ યોજનાનો લાભ ન મળવા પાછળના ચોક્કસ ગ્રાઉન્ડ લેવલના કારણો શોધી કાઢશે અને વહેલામાં વહેલી તકે તેનો સચોટ ઉકેલ લાવીને ગરીબોને આવાસ ફાળવવાની પ્રક્રિયા ઝડપી બનાવશે. પ્રોપર્ટી કાર્ડ અને વારસાઈ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ હળપતિ અને આદિવાસી સમાજના લોકોને પોતાના મકાન કે જમીનના કાયદેસરના દસ્તાવેજો મેળવવામાં મોટી વહીવટી ક્ષતિઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વર્ષોથી અટવાયેલા વારસાઈના પ્રશ્નો આ પરિવારો માટે મોટી મુશ્કેલી સાબિત થયા છે. આ બાબતે કડક વલણ અપનાવતા નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને તાકીદ કરી છે કે લોકોને પ્રોપર્ટી કાર્ડની નકલો કોઈ પણ વિલંબ વગર ઝડપથી મળી રહેવી જોઈએ. વહીવટી ક્ષતિઓને સત્વરે દૂર કરી અરજદારોને સીધો જ લાભ આપવા જણાવ્યું છે. આ ઉપરાંત અટવાયેલા વારસાઈ પ્રશ્નોના ઉકેલ માટે વહીવટીતંત્ર જ કાયદાકીય માર્ગદર્શન અને જરૂરી સલાહ-સૂચનો પૂરા પાડે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઈ છે. 'સ્વામિત્વ યોજના' હેઠળ માલિકી હક્કની કામગીરી વેગવંતી કરાશે કેન્દ્ર સરકારની અત્યંત મહત્વકાંક્ષી વડાપ્રધાન 'સ્વામિત્વ યોજના' અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકોને તેમની જમીન અને ઘરના અધિકૃત દસ્તાવેજો આપવાની જોગવાઈ છે. હર્ષ સંઘવીએ સુરત શહેર અને સુડા (SUDA) વિસ્તારમાં આ યોજનાનો અમલ ખૂબ જ ઝડપથી થાય તે માટે વહીવટી તંત્રની કામગીરીને વેગવંતી બનાવવા માટે આદેશ આપ્યા છે. ગરીબ પરિવારોને પોતાના ઘર અને જમીનના વાસ્તવિક માલિકી હક્ક મળી રહે અને તેઓ આ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવી આર્થિક તેમજ સામાજિક રીતે સુરક્ષિત બને તે બાબત પર બેઠકમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ગરીબોને કોઈ પણ અડચણ વગર સમયસર લાભ આપવા તંત્ર સજ્જ નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગરીબ અને વંચિત હળપતિ પરિવારોને સરકારી વ્યવસ્થાઓ અને નિયમો અનુસાર આવાસના લાભો કોઈ પણ પ્રકારની વહીવટી અડચણ વગર સમયસર મળી રહેવા જોઈએ. સરકારી સ્તરે થતી ઢીલાશ સહન કરવામાં નહીં આવે. વહીવટી તંત્ર, મનપા અને જિલ્લા પંચાયતના સંકલન દ્વારા છેવાડાના માણસ સુધી યોજનાઓ પહોંચાડવા માટે એક સુદ્રઢ માળખું ઊભું કરવા દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. બેઠકમાં સાંસદ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ સુરત કલેક્ટર કચેરી ખાતે મળેલી આ અત્યંત મહત્વની સમીક્ષા બેઠકમાં માત્ર વહીવટી અધિકારીઓ જ નહીં પરંતુ સ્થાનિક જનપ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકમાં નવસારીના સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય મુકેશ પટેલ, સંદિપ દેસાઈ, મનુભાઈ પટેલ તેમજ સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, મનપા કમિશનર એમ. નાગરાજન અને નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહીને યોજનાના સફળ અમલીકરણ માટે ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    नागपुर छात्र का सेंटर कैसे पहुंचा अबू धाबी? NTA ने किया बड़ा खुलासा। NEET Re-Exam | NEET Paper Leak
    Next Article
    કુવાડવા બ્રિજ, હિરાસર ફ્લાયઓવરનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થશે:જસદણ-સુરત રૂટની બસ ઓટકોટ સુધી દોડવાનું શરૂ, જિલ્લાના 23 માર્ગો પર પેચવર્ક કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment