Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇંડા-ચિકન લારી વિવાદમાં પાંચની ધરપકડ:નવસારીમાં ડેરી પાસે લારી મૂકવા બાબતે મારામારી, કોર્ટમાં રજૂ કરાયા

    14 hours ago

    નવસારીના જલાલપોર રોડ પર આવેલી 70 વર્ષ જૂની ડાયમંડ ડેરી પાસે ઇંડા-ચિકનની લારી મૂકવા જેવી નજીવી બાબતે થયેલી મારામારીમાં પાંચ આરોપીઓની જલાલપોર પોલીસે ધરપકડ કરી હતી. તેમને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ઘટના બે દિવસ પહેલાની છે. રાજ્યના મુખ્યમંત્રી રેલવે માર્ગે નવસારી આવી રહ્યા હોવાથી વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવસારી મહાનગરપાલિકાએ સ્ટેશન રોડ પરની તમામ લારીઓ બંધ કરાવી હતી. આથી, સ્ટેશન સામે 'ઇમ્મી ચિકન'ની લારી ચલાવતા મુસ્લિમ યુવાનો પોતાનો સામાન અને લારી લઈને જલાલપોર રોડ પર આવેલી ડાયમંડ ડેરીના પાછળના ભાગે પહોંચ્યા હતા, જ્યાં આ વિવાદ શરૂ થયો હતો. ડેરી સંચાલક દીપન પ્રકાશભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના કાકા પિયુષભાઈ ધીરજલાલ શાહ અને પિતરાઈ ભાઈ ઋષભ પિયુષભાઈ શાહ 70 વર્ષથી 'ડાયમંડ ડેરી' ચલાવે છે. સવારે ઇમ્તીયાઝ, આરીફ અને અલા નવાઝ ઇસ્માઇલ શેખ નામના શખ્સો ડેરી પર આવ્યા હતા. તેમણે ડેરીનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાથી ઇંડાની લારી મૂકવામાં તકલીફ પડતી હોવાનું કહી દરવાજો બંધ રાખવા દબાણ કર્યું હતું. ડેરી માલિકોએ દરવાજો વર્ષો જૂનો હોવાનું જણાવતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ઋષભ શાહને નાક અને પેટના ભાગે ગંભીર માર માર્યો હતો. વચ્ચે બચાવવા પડેલા વૃદ્ધ પિયુષભાઈને પણ છાતી અને મોઢાના ભાગે માર મારી લોહીલુહાણ કર્યા હતા. આરોપીઓએ 'અહીં જ લારીઓ મુકાશે, હવે પછી ના પાડશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી પણ આપી હતી. આ મામલે સામા પક્ષે ગાર્ડા ચાલમાં રહેતી સમીના આરીફ શેખ નામની મહિલાએ પિયુષભાઈ અને તેમના પુત્ર ઋષભ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, મુખ્યમંત્રીની મુલાકાતને કારણે સ્ટેશન પરથી લારી હટાવીને પિયુષભાઈના ઘરના પાછળના ભાગે મૂકવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં જલાલપોર પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આરોપીઓને રજા મળ્યા બાદ તેમની ધરપકડ કરી આજે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હવામાં ઊડતું વ્હાઇટ હાઉસ:ટ્રમ્પે પોતાનું નવું વિમાન 'એરફોર્સ-1' બતાવ્યું; કહ્યું- આવી લક્ઝરી ક્યાંય નથી; કતારે 3600 કરોડનું પ્લેન ગયા વર્ષે ગિફ્ટ કર્યું'તું
    Next Article
    મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા 800થી વધુને છાશ વિતરણ:ઝૂંપડપટ્ટી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેનાર લોકોમાં વિતરણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment