Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં જનપ્રશ્નોના નિરાકરણ પર ભાર

    1 day ago

    પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યો અને જનપ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતું. બેઠક દરમિયાન, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નોના સંદર્ભમાં અધિકારીઓના જવાબો પર ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટરને મળેલી વિવિધ રજૂઆતોનો પણ સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લેવાયો હતો અને કામની પ્રગતિ ચકાસી જરૂરી સૂચનાઓ અપાઈ હતી. મંત્રી પ્રવીણ માળીએ ભારપૂર્વક જણાવ્યું કે, જિલ્લામાં આવતા નાના-મોટા તમામ પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ થવું અત્યંત જરૂરી છે. તેમણે પ્રિ-મોન્સુન કામગીરીના આયોજન અંગે પણ ચર્ચા કરી હતી. મંત્રીએ સુજલામ સુફલામ અભિયાન હેઠળ તમામ તળાવોની 100 ટકા માપણી પૂર્ણ કરવા, દરેક તાલુકામાં જળ સંચયના કાર્યોને પ્રાધાન્ય આપવા અને વરસાદની મોસમમાં વિદ્યાર્થીઓને શાળાએ જવામાં તકલીફ ન પડે તે માટે આગોતરું આયોજન કરવા જેવા મુદ્દાઓ પર સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આગામી સમયમાં દરેક તાલુકા દીઠ એક મોડેલ રમતગમત મેદાન વિકસાવવામાં આવશે, જેના માટે અધિકારીઓને આયોજન કરવા જણાવાયું હતું. ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા મુદ્દાઓના હકારાત્મક ઉકેલ સમયમર્યાદામાં આપવા અને જિલ્લાના વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન નેશનલ હાઈવે, વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સંબંધિત અગત્યના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિત, ધારાસભ્યો અનિકેત ઠાકર, કાંતિ ખરાડી, અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, અધિક નિવાસી કલેક્ટર સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ:રૂપિયાની સગવડ થશે એટલે લગ્ન કરીશું કહી પ્રેમમાં ફસાવી, 3 માસની બાળકી સાથે યુવતીને તરછોડી
    Next Article
    ડબ્બા ટ્રેડિંગ કેસમાં LCB એ બેની અટકાયત કરી:ઈડરના ગોલવાડામાં ₹1.10 લાખની છેતરપિંડી, પાંચ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment