Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડબ્બા ટ્રેડિંગ કેસમાં LCB એ બેની અટકાયત કરી:ઈડરના ગોલવાડામાં ₹1.10 લાખની છેતરપિંડી, પાંચ સામે ફરિયાદ

    1 day ago

    ઈડર તાલુકાના ગોલવાડા ગામમાં શેરબજારમાં કમાણીની લાલચ આપીને ₹1.10 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ બે આરોપીઓની અટકાયત કરી છે. LCB ના દેવરાજભાઈ ખીમજીભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગોલવાડાના અનિલજી રૂપસંગજી ઠાકોર, વિસનગરના કાંસા ગામના મુકેશ અરવિંદભાઈ પટેલ, તથા ગોલવાડાના આશિષ ચંદુજી ઠાકોર, સુરેશજી ઉર્ફે સંજયજી કુવરજી કોદરજી ઠાકોર અને રામાજી ઠાકોર એકબીજાના મેળાપીપણાથી આ છેતરપિંડી આચરી હતી. આ આરોપીઓએ શેરબજારમાં લે-વેચ કરવા માટે કોઈ લાયસન્સ મેળવ્યું ન હતું. તેઓ પોતાના મોબાઈલમાં 'એન્જલ વન' નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને શેરના ભાવની વધઘટ જોતા હતા અને ગ્રાહકોને ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લેતા હતા. કેટલાક લોકો ભોગ બન્યા બાદ LCB ને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અનિલજી રૂપસંગજી ઠાકોર અને મુકેશ અરવિંદભાઈ પટેલની અટકાયત કરી હતી. તેમની પાસેથી ₹1.10 લાખની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને ₹530 રોકડા મળી કુલ ₹1.10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે બાકીના ત્રણ આરોપીઓને શોધી કાઢવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં જનપ્રશ્નોના નિરાકરણ પર ભાર
    Next Article
    Ambalal Patel Vs Jayant Pandya Controversy Live | વિજ્ઞાન જાથા Vs પાવડાના હાથા | Weather | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment