Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ-સંકલન સમિતિની બેઠક:કલેક્ટરે નાગરિકોના પ્રશ્નો ઉકેલવા સૂચના આપી, કચેરીમાં 'નશામુક્ત ભારત અભિયાન' અંતર્ગત કાર્યક્રમ યોજાયો

    10 hours ago

    સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો અને વિવિધ જનહિતના વિકાસકાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપતાં કલેક્ટર જી.એચ.સોલંકીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક થવો જોઈએ. તેમણે અધિકારીઓને 'પ્રો-એક્ટિવ' અભિગમ અપનાવીને સરકારી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી, જેથી સ્થાનિક લોકોને કોઈ અસુવિધા ન થાય. કલેક્ટરે સરકારની ફ્લેગશિપ યોજનાઓનો લાભ તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. જિલ્લામાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની સમીક્ષા કરતા, તેમણે મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત બાળકોને સતત ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે સમયાંતરે ભોજન ચકાસણી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને, કલેક્ટરે પ્રિ-મોન્સૂન કામગીરી સત્વરે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. આમાં રસ્તાની આસપાસના ઝાડી-ઝાંખરાં દૂર કરવા, તળાવોના પાળા મજબૂત કરવા, કેનાલ રિપેરિંગ અને શહેરી વિસ્તારોમાં સફાઈ કામગીરી સઘન બનાવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વધુમાં, ચોમાસું લંબાય તેવી સ્થિતિમાં તમામ તાલુકાઓમાં પાણીની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા અને સંભવિત જોખમ ટાળવા માટે જર્જરિત ઇમારતો ઉતારી લેવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે યોગ દિવસના કાર્યક્રમોમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે માટે પ્રેરિત કર્યા હતા. સંકલન અધિકારીઓ સાથે બાકી નિવૃત્ત પેન્શન કેસ, ખાનગી અહેવાલો, સરકારી લેણાની વસૂલાત, સાંસદ-ધારાસભ્યના પત્રોનો નિયત સમયમર્યાદામાં નિકાલ, તકેદારી આયોગની અરજીઓ, આર.ટી.આઈ.ના જવાબો અને એ.જી. ઓડિટના બાકી પારા સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટર વી.ડી.સાકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, પુરવઠા અધિકારી એ.જી.ગજ્જર, સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદાર, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાના સંબંધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નશામુક્તિના શપથ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે 'નશામુક્ત ભારત અભિયાન' અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓએ નશાના દૂષણથી સમાજને મુક્ત કરવા સંકલ્પ લીધો હતો. આ અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'નશામુક્ત ભારત અભિયાન' અંતર્ગત કાર્યક્રમ કલેક્ટર જી.એચ. સોલંકીએ જણાવ્યું હતું કે નશાની બદી સમાજને ખોખલો કરી નાખે છે. ખાસ કરીને યુવાધનને આ ખોટા માર્ગે જતું અટકાવવું એ સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે તમામ વિભાગના સંકલન અધિકારીઓને પોતપોતાના કાર્યક્ષેત્રમાં નશામુક્તિ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને અભિયાનને વેગવંતું બનાવવા સક્રિય યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના સર્વે અધિકારીઓએ નશામુક્ત સમાજની સ્થાપના માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરા-દાહોદ મેમુ ટ્રેન છાયાપુરી સુધી જશે:વડોદરા યાર્ડ રિમોડેલિંગને કારણે 21 જૂનથી 8 જુલાઈ સુધી અસર
    Next Article
    Rajkot Robbery Case Update | શાપર વેરાવળમાં 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવી | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment