Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જિ.પોલીસ સંકલનની બેઠક યોજાઈ:પોલીસવડા, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યાં

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે જિલ્લા પોલીસ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ હિંમતનગર શહેરના વધતા વિસ્તાર અને અંબાજી, નેશનલ તથા મહેસાણા હાઈવે જેવા મુખ્ય માર્ગો પરના વધતા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી હતી. તેમણે શહેરમાં આધુનિક CCTV કેમેરા વ્યવસ્થા સ્થાપિત કરવા અને તેની યોગ્ય જાળવણી અંગે સકારાત્મક ચર્ચા કરી હતી. આ ઉપરાંત, મોદી ગ્રાઉન્ડ, કેનાલ ફ્રન્ટ, હાથમતી નદી વિસ્તાર, સવગઢ ચોકડી, પાણપુર ચોકડી અને મેડિકલ કોલેજ સહિતના વિસ્તારોમાં યુવાધનને નશા અને અન્ય અનિચ્છનીય પ્રવૃત્તિઓથી દૂર રાખવા માટેના આયોજન અને જરૂરી પગલાં અંગે પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    LRD પોલીસ ભરતીની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર:12,933 ભરતીના ઉમેદવારો 29 જૂન સુધી ડાઉનલોડ કરી શકશે, 24 જૂન સુધી વાંધા-સૂચનો મંગાવાયા
    Next Article
    ગુજરાતમાં 79 હજારથી વધુ વિદ્યાર્થી Re-NEETની એક્ઝામ આપશે:વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ પરીક્ષા, એક્ઝામ સેન્ટરનું લાઈવ મોનિટરીંગ; રેલવે ખાસ ટ્રેન દોડાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment