Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપરા ખોડીયાર મંદિરમાં સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો:અહીં શું કરે છે પૂછતા જ શખસે સ્ટીલની કચરાપેટી માથાના ભાગે ફટકારી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

    4 days ago

    ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા પ્રખ્યાત રાજપરા ખોડીયાર મંદિરમાં રાત્રિના સમયે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ પર સ્થાનિક શખ્સે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ જામનગરના અલીયાબાડાના વતની અને હાલ મંદિરના સિક્યુરિટી ક્વાર્ટરમાં રહેતા 49 વર્ષીય ગંભીરસિંહ નટુભા જાડેજા છેલ્લા આઠ મહિનાથી અહીં 'રાજ રાજેશ્વરી સિક્યુરિટી'માં નોકરી કરે છે. 19 જૂનના રોજ રાત્રે અંદાજે 10:30 વાગ્યે તેઓ જ્યારે મંદિરના પાછળના ભાગમાં લાઈટો ચેક કરવા અને રાઉન્ડ મારવા ગયા હતા, ત્યારે આ ઘટના બની હતી. 'અહીં શું કરે છે' કહેતા જ આરોપીએ હુમલો કર્યો રાઉન્ડ દરમિયાન ગંભીરસિંહને ત્યાં રાજપરા ખોડીયાર પ્લોટ વિસ્તારમાં રહેતો રાજેશ રાવળ શંકાસ્પદ હાલતમાં આંટા મારતો જોવા મળ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે તેને "અહીં શું કરો છો, રાત્રિના સમયે અહીં રહેવાની મનાઈ છે" તેમ કહી પૂછપરછ કરતા જ આરોપી રાજેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. વિવાદ વધતા આરોપીએ નજીકમાં પડેલી સ્ટીલની કચરાપેટી ઉપાડી ગંભીરસિંહના માથાના જમણી બાજુના ભાગે ફટકારી દીધી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈને નીચે ઢળી પડ્યા હતા. હુમલાખોરે આટલેથી ન અટકતા, ગાર્ડના હાથમાંથી લાકડી ઝૂંટવી લીધી હતી અને તેમના માથા તેમજ બંને હાથ અને પીઠના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થયો આ હુમલા દરમિયાન બૂમાબૂમ થતાં અન્ય સિક્યુરિટી ગાર્ડ સાગર પરમાર, જગદિશ ચાવડા અને ફરિયાદીના ભાઈ પૃથ્વિરાજસિંહ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. લોકોને આવતા જોઈ આરોપીએ કહ્યું કે "આજે તો બચી ગયો છે, હવે ફરી અહીં દેખાયો તો જીવતો નહીં છોડું" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગંભીરસિંહને તાત્કાલિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગંભીરસિંહે સિહોર પોલીસ મથકે આરોપી રાજેશ રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી:વીર સાવરકર વિદ્યાલય ખાતે 21 જૂને યોગ કાર્યક્રમ યોજાશે
    Next Article
    Amit Shah Gujarat Visit News | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment