Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં મધુમતી નદી સફાઈ વિવાદ:લાખોના ખર્ચે સફાઈ કરી પછી રોડની માટી નદીમાં ઠાલવી; ચોમાસામાં પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની ભીતિ

    22 घंटे पहले

    બોટાદ નગરપાલિકાની બેધારી નીતિને કારણે નદી સફાઈ અભિયાન વિવાદમાં સપડાયું છે. એક તરફ ચોમાસા પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે ઉતાવળી અને મધુમતી નદીની સફાઈ ચાલી રહી છે, તો બીજી તરફ તુરખા રોડના નિર્માણ દરમિયાન નીકળેલી માટી મધુમતી નદીમાં ઠાલવી દેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. આ પુરાણને કારણે ચોમાસામાં પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની ભીતિ સેવાઈ રહી છે. બોટાદ શહેરમાં ચોમાસા પહેલા નદી સફાઈની કામગીરી ચાલી રહી છે. નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ચાર જેસીબી અને વીસ ટ્રેક્ટરની મદદથી શહેરની મધ્યમાં આવેલી ઉતાવળી અને મધુમતી નદીને સાફ કરવામાં આવી રહી છે. જોકે, તુરખા રોડ પર રસ્તાના નિર્માણ કાર્ય દરમિયાન નીકળેલી માટીને નિયમ મુજબ નિર્ધારિત સ્થળે ઠાલવવાને બદલે, માત્ર પાંચસો મીટર દૂર આવેલી મધુમતી નદીમાં ઠાલવી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નગરપાલિકાના વિપક્ષી કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલના જણાવ્યા અનુસાર, નદીમાં અંદાજે દસ ફૂટ જેટલું માટીનું પુરાણ કરવામાં આવ્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ચોમાસાને ગણતરીના દિવસો બાકી હોવાથી નદીના પ્રવાહમાં અવરોધ સર્જાશે અને ભારે વરસાદમાં આસપાસના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી શકે છે. આથી, તેમણે નદીમાંથી તાત્કાલિક માટી દૂર કરી તેને ઊંડી ઉતારી સંપૂર્ણ સફાઈ કરવાની માંગ કરી છે. આ સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ ખસિયાએ જણાવ્યું કે નદીમાં માટી નાખવા અંગે સભ્યો તરફથી અરજી મળી હતી. તેમણે ખાતરી આપી કે હવે થયેલા પુરાણને દૂર કરીને જરૂરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે, ચોમાસા પહેલા નદીનું પુરાણ દૂર કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    મોડીરાતે ફિલ્મી દૃશ્યો સર્જાયા:પાયલોટિંગ સાથે દારૂ ભરેલી 2 ફોર્ચ્યુનર કાર ઘૂસી; PCBએ 10KM પીછો કરી કાગડાપીઠ-ઘાટલોડિયામાંથી 15 લાખનો દારૂ ઝડપ્યો
    Next Article
    Patan Farmers Supports Ambalal Patel | વિજ્ઞાન જાથાની અંબાલાલ અંગેની ટિપ્પણી પર લાલઘૂમ થયા ખેડૂતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment