Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડીરાતે ફિલ્મી દૃશ્યો સર્જાયા:પાયલોટિંગ સાથે દારૂ ભરેલી 2 ફોર્ચ્યુનર કાર ઘૂસી; PCBએ 10KM પીછો કરી કાગડાપીઠ-ઘાટલોડિયામાંથી 15 લાખનો દારૂ ઝડપ્યો

    23 hours ago

    અમદાવાદમાં 19 જૂનની મોડીરાતે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતા ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. મહેસાણા તરફથી પાયલોટિંગ ગાડી સાથે અમદાવાદમાં કરોડોની કિંમતની 2 ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી PCBને મળી હતી. બાતમીના આધારે PCBની ટીમે ફિલ્મી સ્ટાઈલમાં બુટલેગરોનો પીછો શરૂ કર્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે ઘાટલોડિયા વિસ્તારમાંથી પાયલોટિંગ કરી રહેલી ક્રેટા કાર અને દારૂ ભરેલી 1 ફોર્ચ્યુનર ઝડપી લીધી હતી. જ્યારે બીજી ફોર્ચ્યુનરનો ચાલક ગાડી ભગાડી ગયો હતો, જેનો પોલીસે અંદાજે 10 કિલોમીટર સુધી પીછો કરીને છેક કાગડાપીઠ વિસ્તારમાંથી ઝડપી પાડી હતી. પોલીસે બે વૈભવી કારમાંથી 15 લાખથી વધુની કિંમતનો દારૂ કબજે કરી બુટલેગરોની આખી સપ્લાય ચેઈન તોડી પાડી છે. પોલીસે બાતમીના આધારે કારનો પીછો શરૂ કર્યો મહેસાણાથી દારૂ ભરીને બે કાર આવી રહી હતી, જે સમગ્ર અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં બુટલેગરોને દારૂ સપ્લાય થવાનો હોવાની PCBના પીઆઇ જે.પી જાડેજાની ટીમને બાતમી મળી હતી. જેથી પોલીસે ભાડજથી સાયન્સ સિટી થઈ ઘાટલોડિયા તરફ આવી રહેલી પાયલોટિંગ કાર ક્રેટા અને દારૂ ભરીને બે ફોર્ચ્યુનરનો પીછો કર્યો હતો. પોલીસ પીછો કરી રહી હોવાની બુટલેગરોને જાણ થતા ગાડી દોડાવી હતી. પોલીસે પીછો કરીને પાયલોટિંગ કાર ઝડપી લીધી હતી, જેમાંથી બુટલેગર સલીમ ઉર્ફે તોતો મળી આવ્યો હતો. જે બાદ દારૂ ભરેલી બંને ફોર્ચ્યુનર કાર ભાગી રહી હતી. કાગડાપીઠમાં 10 કિમીના ચેઝિંગ બાદ સફળતા પોલીસે દારૂ ભરેલી એક ફોર્ચ્યુનર કાર પણ ઘાટલોડિયામાં ઝડપી લીધી હતી, જેમાંથી સાજીદ વોરા અને ફિરોઝ મલેકની ધરપકડ કરી હતી. ઘાટલોડિયામાંથી ઝડપાયેલી કારમાંથી 4.63 લાખનો દારૂ મળી આવ્યો હતો. બીજી દારૂ ભરેલી કારચાલક ભાગી રહ્યો હતો, જેનો પીછો કરતા તે 10 કિમી સુધી પોલીસથી બચવા ભાગ્યો, પરંતુ પોલીસે કાગડાપીઠમાં શાહઆલમથી કાંકરિયા જવાના રોડ પર કાર ઝડપી લીધી હતી, જેમાંથી મહમંદ સાકિર ફરિદમીયા ઝડપાયો હતો. બે પોલીસ સ્ટેશનમાં 11 બુટલેગરો સામે ગુનો દાખલ પોલીસે ઘાટલોડિયામાંથી 4.63 લાખના દારૂ સાથે 37.99 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. જ્યારે કાગડાપીઠમાં 10.57 લાખના દારૂ સહિત 35.67 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. PCBએ ઘાટલોડિયા અને કાગડાપીઠ બને પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સલીમ ઉર્ફે તોતો લિસ્ટેડ બુટલેગર છે, જેના વિરુદ્ધ અગાઉ પણ પ્રોહીબિશનના કેસ નોંધાઈ ચૂક્યા છે. સલીમ આ દારૂનો જથ્થો અમદાવાદ લાવીને બહેરામપુરા, ગોમતીપુર, આસ્ટોડિયા, દરિયાપુર, વાંચ સોલાના અલગ-અલગ બુટલેગરોને આપવાનો હતો. પોલીસે સમગ્ર મામલે 11 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં જનકલ્યાણ સેવા કેમ્પ યોજાયો:નાગરિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા ઉમટ્યા, આગેવાનો ઉપસ્થિત રહ્યા
    Next Article
    બોટાદમાં મધુમતી નદી સફાઈ વિવાદ:લાખોના ખર્ચે સફાઈ કરી પછી રોડની માટી નદીમાં ઠાલવી; ચોમાસામાં પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment