Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સલમાન ભગવાન નથી, તે મને રોકી ન શકે':'કાલા હિરણ'ની રિલીઝ રોકવાની માંગ પર ડિરેક્ટર ભડક્યા, કહ્યું- 'બ્રેસલેટ પર કોઈની પેટન્ટ નથી'

    8 hours ago

    'કાલા હિરણ' ફિલ્મની જાહેરાત થઈ, ત્યારથી જ તે સતત વિવાદોમાં છે. ફિલ્મનું પાત્ર સલમાન ખાન જેવું અને વાર્તા તેના કાળા હરણના શિકાર કેસ જેવી દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં, પોસ્ટરમાં એક્ટરને સલમાન ખાનનું બ્રેસલેટ પણ પહેરેલો બતાવવામાં આવ્યો છે. પોસ્ટર રિલીઝ થતાં જ સલમાને ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ અરજી દાખલ કરીને રિલીઝ રોકવાની માંગ કરી છે. આ દરમિયાન, પ્રોડ્યુસર અમિત જાનીએ દાવો કર્યો છે કે, તેમને સતત ધમકીઓ મળી રહી છે. હવે ફિલ્મના ડિરેક્ટરે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, 'ફિલ્મ સલમાન પર નથી. તે ભગવાન નથી કે ગોડફાધર નથી, જે મને રોકી શકે.' 'સલમાને લાગતું હોય કે તે એકલો જ બ્રેસલેટ પહેરી શકે તો પેટન્ટ કરાવી લે' બ્રેસલેટની સમાનતા પર ફિલ્મના ડિરેક્ટર ભરત એસ શ્રીનેતે ન્યૂઝ18ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, 'આ બ્રેસલેટ કોઈ પેટન્ટ કરેલી વસ્તુ નથી. જો સલમાનને લાગે છે કે ફક્ત તે જ તેને પહેરી શકે છે, તો તેમણે તેનું પેટન્ટ કરાવી લેવું જોઈએ. પછી આ બ્રેસલેટ દુનિયામાં ક્યાંય ઉપલબ્ધ ન હોવું જોઈએ. હું આ વાત સાથે બિલકુલ સહમત નથી કે આ ફિલ્મ કે તેનું પાત્ર સલમાન ખાન પર આધારિત છે. અમારું પાત્ર સલમાન ખાન નથી. આ ફક્ત એક ફિલ્મ છે.' 'અમારો એક્ટર સ્વાભાવિક રીતે સલમાન જેવો દેખાય છે' શ્રીનેતે આગળ કહ્યું કે, 'ફિલ્મના એક્ટર અને સલમાન ખાન વચ્ચે જે સમાનતા દેખાઈ રહી છે, તે માત્ર એક સંયોગ છે અને તેને જાણી જોઈને બનાવવામાં આવ્યું નથી.' તેમણે કહ્યું, ‘નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ 'ઠાકરે'માં બાલાસાહેબ ઠાકરેનું પાત્ર ભજવ્યું હતું. તેમને તેમના જેવા દેખાડવા માટે પ્રોસ્થેટિક્સ અને મેકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ અમારી ફિલ્મમાં આવું કંઈ કરવામાં આવ્યું નથી. અમારો એક્ટર સ્વાભાવિક રીતે સલમાન જેવો દેખાય છે.’ 'સલમાન મારો ગોડફાધર નથી, તે મારું કરિયર બગાડી શકતો નથી' તેમણે આગળ કહ્યું, ‘હું તેનો ચહેરો બદલી શકતો નથી. હું તેને કોઈ બીજા જેવો દેખાડવા માટે પ્રોસ્થેટિક્સ પણ લગાવી શકતો ન હતો. હવે શું કરી શકાય? જો કોઈને તેનાથી પરેશાની થઈ રહી છે, તો હું આ વિશે શું કહું?’ ફિલ્મ પર કાનૂની કાર્યવાહીના સમાચારો પર પ્રતિક્રિયા આપતા શ્રીનેતે નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘સલમાન ખાન ભગવાન નથી. તે મારા ગોડફાધર પણ નથી. તે ન તો મને રોકી શકે છે અને ન તો મારું કરિયર બનાવી કે બગાડી શકે છે.’ તેમણે આગળ કહ્યું, ‘આખરે ફિલ્મની અસર અને તેનું મહત્ત્વ દર્શકો જ નક્કી કરશે. આ ફિલ્મ બનાવવામાં ઘણા લોકોની મહેનત લાગી છે. અને હવે અચાનક અમને એક કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. ફિલ્મની રિલીઝ રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી ખરાબ તો લાગે જ છે.’ કોર્ટે વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો, આગામી સુનાવણી 1 જુલાઈએ થશે દિલ્હી હાઈકોર્ટની વેકેશન બેન્ચે સલમાન ખાનની અરજી પર તાત્કાલિક વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. લાઇવ લોના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ મધુ જૈનની બેન્ચે સલમાનની લીગલ ટીમને નિર્દેશ આપ્યો છે કે, તેઓ ફિલ્મમેકર્સને કેસ સંબંધિત તમામ દસ્તાવેજો સોંપે, જેથી તેઓ પોતાનો જવાબ તૈયાર કરી શકે. હવે આ મામલાની આગામી સુનાવણી 1 જુલાઈએ થશે. સલમાન ખાને પોતાની અરજીમાં ફિલ્મ 'કાલા હિરણ: ધ બેટલ ફોર લેગસી'ની રિલીઝ રોકવાની માંગ કરી છે. તેનો આરોપ છે કે આ ફિલ્મ તેની પરવાનગી વિના તેના 1998ના કાળા હરણ શિકાર કેસ અને ગેંગસ્ટર લોરેન્સ સાથે સંકળાયેલા વિવાદો પર બનાવવામાં આવી રહી છે. 'મને સલમાનના ઇશારે ધમકી મળી રહી છે' - પ્રોડ્યુસર ફિલ્મના પ્રોડ્યુસર અમિત જાનીને પાકિસ્તાની નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમનો આરોપ છે કે, 'મને સલમાન ખાનના ઇશારે ધમકી આપવામાં આવી છે.' આ અંગે ગુરુવારે જોધપુરના રાતાનાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના અધિકારી દિનેશ લખાવાતે જણાવ્યું કે, 'અમિતની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફિલ્મમાંથી હટી જવાનું કહેવામાં આવ્યું છે.' ‘હું આતંકવાદી અને લોરેન્સ ગેંગનો સભ્ય નથી’ - અમિત જાની આ સમગ્ર મામલાને લઈને અમિત જાનીએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું - 'છેલ્લા બે વર્ષથી મને ગળું કાપવાની, જાનથી મારી નાખવાની, ઘર ઉડાવી દેવાની અને પેટ્રોલ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. મેં જણાવ્યું કે, હું કોઈ ગેંગનો ભાગ નથી. બધા આતંકવાદીઓ પર ફિલ્મ બનાવી રહ્યા છે. હું 'બહારોં ફૂલ બરસાઓ' ગીતો લખી શકતો નથી. 'કુછ-કુછ હોતા હૈ', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' એવી ફિલ્મ બનાવી શકતો નથી. મારો વિષય આ જ છે.' ‘હું આતંકવાદી અને લોરેન્સ ગેંગનો સભ્ય નથી. હું ભારત દેશનો નાગરિક છું. શહેઝાદ ભટ્ટી ઘોષિત આતંકવાદી છે.’ તેમણે કહ્યું- ‘સલમાન ખાન બે મોરચે શા માટે રમી રહ્યા છે? મને સમુદ્રમાં ફેંકી દેવાની અને કાપી નાખવાની ધમકી આપી ચૂક્યા છે. તેમની ફેન ફોલોઈંગ અને ટૂલ કિટથી ધમકી આપી રહ્યા છે. સલમાન ખાનના કહેવા પર શહેઝાદ ભટ્ટી મને ધમકી આપી રહ્યો છે.’
    Click here to Read More
    Previous Article
    Hafta letters: Need more experts on the podcast, feedback for Anand, CJP predictions
    Next Article
    રાજકોટમાં વૃદ્ધને મોઢે ડૂચો દઈ 2.47 કરોડ રોકડાની લૂંટ:મુક્કો મારી પાડી દીધા, સોનું લઈ બુકાનીધારીઓ ફરાર; જાડેજા પરિવાર પેટ્રોલ પંપ-હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment