Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ:કાઉન્સેલિંગ દરમિયાન પત્ની પર પતિનો જીવલેણ હુમલો

    1 day ago

    અમદાવાદના રિલીફ રોડ પરની જ્યોતિસંઘની ઓફિસમાં ગુરુવારે બાળકની કસ્ટડીના વિવાદમાં ચાલતા કાઉન્સેલિંગ દરમિયાન પતિએ ઉશ્કેરાઈને પત્નીના પગ પર કુહાડીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઘટના બાદ દોડધામ મચતા કારંજ પોલીસે હુમલાખોર પતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી આદરી છે. અસારવામાં રહેતી 32 વર્ષીય મહિલાએ 2010માં દસક્રોઈના યુવક સાથે લગ્ન કર્યાં હતાં. છેલ્લાં 2-3 વર્ષથી દંપતી વચ્ચે ચારિત્રની શંકા બાબતે વારંવાર ઝઘડા થતા પત્ની ઘર છોડી અસારવામાં રહેતા તેના મિત્રના ઘરે રહેવા ગઈ હતી. જ્યારે તેના બંને સંતાન પતિ પાસે હતા. બાળકોની કસ્ટડી માટે મહિલાએ રિલીફ રોડ પરના જ્યોતિસંઘના ચારુમતિ યોદ્ધા રાહત વિભાગમાં અરજી કરી હતી. ગુરુવારે જ્યોતિસંઘની ઓફિસમાં પતિ-પત્નીને કાઉન્સેલિંગ માટે બોલાવ્યા હતાં. પૂછપરછમાં મહિલાએ પોતાના બંને બાળકોની ફરી કસ્ટડી માગતા, પતિએ સખત વિરોધ કર્યો હતો. કસ્ટડી આપવાની ના પાડ્યા બાદ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ અગાઉથી લાવેલી કુહાડીથી ઓફિસમાં જ પત્નીના પગ પર ઘા માર્યા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ:2.47 કરોડ રોકડા, 5થી 7 તોલા સોનું લઈ 5થી 7 બુકાનીધારી શખસો ફરાર
    Next Article
    FIFA WC: Cunha, Vinicius Shine As Brazil Beat Haiti 3-0; Open Win Tally

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment