Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ:2.47 કરોડ રોકડા, 5થી 7 તોલા સોનું લઈ 5થી 7 બુકાનીધારી શખસો ફરાર

    20 hours ago

    રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને ગઇકાલે(19 જૂન) રાત્રે 1 વાગ્યાની આસપાસ બંધક બનાવી 2.47 કરોડ રોકડા તેમજ 5થી 7 તોલા સોના સહિતની લૂંટ કરી 5થી 7 જેટલા બુકાનીધારી શખસો ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. એલસીબી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે. જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરાઈ છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રામાં પાવર ગ્રીડ લાઇનના કામ મુદ્દે ખેડૂતોનો હોબાળો:ધારાસભ્યનો ઉધડો લીધો, સ્થિતિ તંગ બનતાં પોલીસ દોડી થઈ, પાવર ગ્રીડ કંપની પર દાદાગીરી-જોહુકમીનો પણ આક્ષેપ કર્યો
    Next Article
    પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ:કાઉન્સેલિંગ દરમિયાન પત્ની પર પતિનો જીવલેણ હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment