Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકી વૈજ્ઞાનિક જ કોરોનાનો અસલી માસ્ટરમાઇન્ડ...:વુહાન લેબને કોરોના રિસર્ચ માટે આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ, તુલસી ગબાર્ડે ખોલ્યાં સીક્રેટ ડોક્યુમેન્ટ્સનાં રહસ્ય

    21 hours ago

    અમેરિકાના પૂર્વ ગુપ્તચર પ્રમુખ તુલસી ગબાર્ડે ઓફિસમાં તેમના છેલ્લા દિવસે મોટા વૈજ્ઞાનિક ડો. એન્થોની ફૌસી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કેટલાક ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને દાવો કર્યો છે કે ડો. ફૌસીએ ચીનની વુહાન લેબને લાખો ડોલરનું સરકારી ફંડિગ આપ્યું હતું. આ પૈસાનો ઉપયોગ ચામાચીડિયાના કોરોના વાયરસને વધુ ખતરનાક બનાવતા સંશોધન માટે થયો હતો. આરોપ છે કે જ્યારે મહામારી ફેલાઈ, ત્યારે ડો. ફૌસીએ એ વાત દબાવી દીધી કે વાયરસ લેબમાંથી લીક થયો હતો. ગબાર્ડના મતે, ડો. ફૌસીએ 2024માં અમેરિકી સંસદ સમક્ષ શપથ લીધા પછી પણ જૂઠું બોલ્યા હતા. આરોપ- ડો. ફૌસીએ લેબમાંથી કોરોના ફેલાવવાની વાત દબાવી 2020માં જ્યારે અમેરિકામાં કોરોના ફેલાયો, ત્યારે ટ્રમ્પ સરકારે તેનાથી નિપટવાની જવાબદારી ડો. ફૌસીને સોંપી હતી. ટ્રમ્પ સરકારના ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સના વડા હતા તુલસી ટ્રમ્પ સરકારના ટોચના હિંદુ અધિકારી તુલસી ગબાર્ડે 22 મેના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તુલસી અમેરિકાના 'ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ'ના વડા હતા, તેમના હેઠળ 18 ગુપ્ત એજન્સીઓ કામ કરતી હતી. ફોક્સ ન્યૂઝ અનુસાર, તેમના પતિ એક અત્યંત દુર્લભ હાડકાના કેન્સરથી પીડાઈ રહ્યા છે અને ગબાર્ડ આ મુશ્કેલ સમયમાં તેમની સાથે રહેવા માંગે છે. રિપોર્ટ અનુસાર, ગબાર્ડે શુક્રવારે ઓવલ ઓફિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન તેમને પોતાના રાજીનામાની જાણકારી આપી હતી. ગબાર્ડે પોતાના પત્રમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર પણ માન્યો હતો અને કહ્યું હતું કે નેશનલ ઇન્ટેલિજન્સ ઑફિસનું નેતૃત્વ કરવું તેમના માટે સન્માનની વાત રહી. તુલસી ગબાર્ડ ભારતીય મૂળના નથી તુલસીને તેમના નામની કારણે ઘણીવાર ભારતીય મૂળના કહેવામાં આવે છે. જોકે, તેઓ ભારતીય મૂળના નથી. તેઓ પોતે ઘણીવાર આવું કહી ચૂક્યા છે. તુલસીનો જન્મ એક સમોઅન અમેરિકન પરિવારમાં થયો હતો. તેમના પિતા કેથોલિક હતા. માતા પણ ખ્રિસ્તી હતા જેમણે પાછળથી હિંદુ ધર્મ અપનાવ્યો હતો. તુલસી પણ પહેલા ખ્રિસ્તી હતા, પરંતુ પાછળથી તેમણે હિંદુ ધર્મ અપનાવ્યો. ------------------- આ સમાચાર પણ વાંચો… ખોટું બોલવાની પણ કંઇ હદ હોય...:ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેલોની, US રાષ્ટ્રપતિને જડબાતોડ જવાબ આપતા કહ્યું, હું કે ઈટાલી ક્યારેય કોઈની સામે કગરતા નથી ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે G7 શિખર સંમેલન દરમિયાન મેલોની તેમની સાથે ફોટો પડાવવા માટે આતુર હતી. આના પર મેલોનીએ કહ્યું કે ટ્રમ્પની આ વાર્તા સંપૂર્ણપણે ખોટી અને મનઘડંત છે... સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Genesis AI bets against humanoid trend with general-purpose robot ‘Eno’
    Next Article
    સિંહોએ શિકાર કરેલા યુવકના અંતિમ CCTV સામે આવ્યા:જાહેરમાં લઘુશંકા કરી, સિક્યુરિટીએ રાતે ન જવા વિનંતી કરી પણ યુવક માન્યો નહીં, ખભે બેગ રાખી વતન જવા નીકળી પડ્યો ને મોતને ભેટ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment