Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગરિકત્વની સાબિતી માટે હવેથી ફોટોવાળો પુરાવો રજૂ કરવો પડશે:રાજ્ય સરકારે માહિતી અધિકાર અરજીના શુલ્કમાં વધારો કર્યો

    3 days ago

    માહિતી અધિકાર તમારો હક તમારી તાકાત એમ જણાવવામાં આવતું હતું. હવે મહાયુતિ સરકારે સામાન્ય નાગરિકના આ અધિકાર પર નજર માંડી છે અને માહિતી અધિકાર અરજીનો શુલ્ક 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કર્યો છે. તેમ જ અરજી કરવા દોઢસો શબ્દોની મર્યાદા મૂકી છે. મુખ્ય વાત એટલે અરજદારે પોતાના નાગરિકત્વનો પુરાવો રજૂ કરવો પડશે. માહિતી અધિકાર કાયદો દરેક ભારતીય નાગરિકનો મૂળભૂત હક છે. નાગરિકોને સરકાર સંસ્થાની માહિતી મેળવવાનું સ્વાતંત્ર્ય આપે છે. પણ રાજ્ય સરકારે રાજપત્ર જારી કરીને માહિતી અધિકાર પર અંકુશ મૂક્યો છે. માહિતી અધિકાર કાયદો દેશમાં 2005થી લાગુ થયો. ત્યારથી આરટીઆઈ અરજી કરવા 10 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવી પડતી હતી. પણ હવે એમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. તેથી હવે 30 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવી પડશે. માહિતી અધિકારમાં મગાવવામાં આવતા એ-ફોર સાઈઝના દરેક દસ્તાવેજ માટે બે રૂપિયા ચુકવવા પડતા હતા. હવે એના માટે 5 રૂપિયા ચુકવવા પડશે. આ પહેલાં અરજી સાથે કોઈ પણ ઓળખપત્ર રજૂ કરવાની જરૂર નહોતી. પણ હવે અરજદારે નાગરિકત્વ સાબિત કરતો પુરાવો રજૂ કરવો પડશે. અરજદારે પોતાના ફોટોવાળો પુરાવો, એની સહીવાળી ઝેરોક્સ રજૂ કરવી પડશે. હવે આરટીઆઈ અરજી કરતા સમયે આ અરજી શા માટે કરવામાં આવી રહી છે એની માહિતી આપવી પડશે. અરજીનું કારણ અને ઉદ્દેશ એમાં નોંધવું પડશે. અરજદાર માટે અરજીમાં દોઢસો શબ્દોની મર્યાદા મૂકવામાં આવી છે. તેમ જ એક કરતા વધારે બાબતની માહિતી મગાવવી હોય તો જુદી અરજી કરવી પડશે. માહિતી જાહેર કરવા પર બંધી જો વ્યાપક જનહિતના કારણે આવી માહિતી જાહેર કરવી સમર્થનીય છે એવી સક્ષમ પ્રાધિકરણની ખાતરી હશે તો આવી વ્યક્તિગત માહિતી જાહેર કરી શકાશે અને આવી ખાતરીના કારણો લેખિત સ્વરૂપે નોંધવામાં આવશે. વ્યાપક સાર્વજનિક હિત અસ્તિત્વમાં હોવાનું સાબિત કરવાની જવાબદારી માહિતી મગાવનાર અરજદાર પર રહેશે અને ફક્ત સાર્વજનિક હિતનું નક્કર વક્તવ્ય પૂરતું નહીં હોય એવી શરત એમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારે આ સંદર્ભે રાજપત્ર જારી કર્યો છે. આ નવા નિયમને મહારાષ્ટ્ર માહિતી અધિકાર નિયમ 2026 નામ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શાહીના રાસાયણિક ઘટક આરોગ્ય માટે જોખમી:અખબારમાં વડાંપાંઉ વીંટીને આપનાર 26 વિરુદ્ધ કાર્યવાહી
    Next Article
    સિટી એન્કર:વાશી APMCના પુનઃનિર્માણને લઈ વેપારીઓની સરકાર પાસે આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment