Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ:ઢસા, જલાલપુર, માંડવા, વિકળિયા સહિતના ગામોમાં નોંધાયો; કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસ્યો

    2 days ago

    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઢસા, જલાલપુર, માંડવા અને વિકળિયા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો હતો. બપોર બાદ આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદના આગમનથી ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે અને વાવણીની તૈયારીઓમાં લાગેલા ખેડૂતોને આંશિક રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદને કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળી હતી. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ કોંગ્રેસે રાહુલ ગાંધીનો જન્મદિવસ ઉજવ્યો:જિલ્લા કાર્યાલય ખાતે કેક કાપી, આગેવાનો-કાર્યકરો જોડાયા
    Next Article
    વોર્ડ 4માં પાણીની ગંભીર સમસ્યા:આમ આદમી પાર્ટીએ મેયર, કમિશ્નરને રજૂઆત કરી, પાણી વિતરણ માટે આગામી 20 વર્ષને ધ્યાનમાં રાખી વ્યવસ્થા ગોઠવવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment