Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    18 hours ago

    છેલ્લા કેટલાય દિવસોથી કાળઝાળ ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા ભાવેણાવાસીઓને આજે સમી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, શહેરના અનેક વિસ્તારોમાં આજે અચાનક જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદના અહેવાલો મળી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ ભાવનગરમાં 'યલો એલર્ટ' પણ આપવામાં આવ્યું છે, ત્યારે સાંજે અચાનક વરસેલા આ વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને લોકોએ આહલાદક વાતાવરણનો આનંદ માણ્યો હતો. રાજ્યમાં ચોમાસાનો મહોલ જામી રહ્યો છે ત્યારે આજે સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં ધોધમાર વરસાદી ઝાપટાં વરસી પડ્યા હતા, ગઈકાલે પણ શહેરના અમુક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા હતા, ત્યારે આજે સતત બીજા દિવસે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેમાં શહેરના અનેક વિસ્તારોમાં સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા, નીલમબાગ સર્કલ, નવાપરા, કાળાનાળા, વઘાવાડી રોડ, હિમાલિયા રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે, હાલ, ભાવનગરમાં છેલ્લા 10 દિવસથી સરેરાશ 38 થી 42 ડીગ્રી તાપમાનનો પારો રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં બાળકોને 382 કિલો કેસર કેરીનું વિતરણ:દિગમ્બર જિન મંદિર દ્વારા શ્રમવિસ્તારના બાળકોને અપાઈ, છેલ્લા પાંચ વર્ષથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ
    Next Article
    USA Iran War Update Live | સુપ્રીમ લીડર કેમ છે અંડરગ્રાઉન્ડ ? | Gujarat | Rain | News | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment