Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી:મેઘરજની શ્રીજી બાપા નર્સિંગ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

    2 days ago

    અરવલ્લી જિલ્લામાં 19 જૂનના રોજ વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મેઘરજ તાલુકાની શ્રીજી બાપા નર્સિંગ કોલેજ ખાતે યોજાયો હતો. અરવલ્લી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આ ઉજવણી ટ્રાઇબલ વિસ્તારો ભિલોડા, શામળાજી અને મેઘરજ તાલુકામાં કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સરકારના સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ એચ. પરમારના માર્ગદર્શન હેઠળ "આવો અભિગમ બદલીએ, આવો સિકલસેલને દૂર કરીએ" અને "Closing the Survival Gap: Equity in Sickle Cell Disease" થીમ સાથે જનજાગૃતિ સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. ભિલોડા અને શામળાજી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિમલ ખરાડી અને મેઘરજ ખાતે ડો. એ.એ. બલાતની સંયુક્ત ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્રણેય તાલુકાના કુલ 19 આયુષ્યમાન આરોગ્ય મંદિર (PHC) અને 121 પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે 262 સિકલસેલ રોગના દર્દીઓનું મેડિકલ ચેકઅપ અને જરૂરી લેબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મેઘરજ, ભિલોડા અને શામળાજી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને આશ્રમ શાળાઓના સહયોગથી કુલ 1520 યુવા વિદ્યાર્થીઓને સિકલસેલ રોગના લક્ષણો, નિવારણ અને ઉપલબ્ધ સારવારો વિશે માહિતી આપવામાં આવી હતી. આદિવાસી વિદ્યાર્થીઓમાં સિકલસેલ એનિમિયાના કેસોને ઓળખવા માટે સ્ક્રીનિંગ પ્રોગ્રામ પણ હાથ ધરવામાં આવ્યો હતો, જે વહેલી તપાસ અને યોગ્ય તબીબી સારવારને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સિકલસેલ રોગથી અસરગ્રસ્ત વ્યક્તિઓને મદદ કરવાનો હતો. મેઘરજ, ભિલોડા અને શામળાજી તાલુકાના સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના કાઉન્સેલરો, તમામ આરોગ્ય સ્ટાફ અને SBCC ટીમની ઉપસ્થિતિથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Chhattisgarh High Court allows jailed student to take NEET under police custody
    Next Article
    ગોધરામાં પરિણીતાની શંકાસ્પદ હાલતમાં લટકતી લાશ મળી:2 મહિના પહેલા જ લગ્ન થયા હતા, સાસરિયા ભેગા મળી હત્યા કર્યાનો પિયરિયાઓનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment