Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં કરોડોના વિદેશી દારૂનો નાશ કરાયો:પશ્ચિમ કચ્છ પોલીસે રોલર ફેરવીને જથ્થાનો નાશ કર્યો

    1 day ago

    ભુજ નજીક પાલારા જેલ પાસેના સીમ વિસ્તારમાં પશ્ચિમ કચ્છ પોલીસે કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા આ દારૂ પર રોલર ફેરવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો પશ્ચિમ કચ્છના કુલ 7 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી પકડાયો હતો. જેમાં ભુજ એ-ડિવિઝન, ભુજ બી-ડિવિઝન, માનકુવા, પદ્ધર, માધાપર, ખાવડા અને ધોરડો પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. કુલ 116 અલગ-અલગ કેસોમાં 27,248 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા આ દારૂની બજાર કિંમત આશરે 1 કરોડ 56 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી સ્થાનિક પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જેમાં પીઆઈ, ડીવાયએસપી અને એસડીએમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં દારૂનો નાશ કરીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં નાયબ દંડક જગદીશભાઈ મકવાણાના જન્મદિવસની ઉજવણી:બહેનોને જગ વિતરણ, મંદબુદ્ધિ બાળકોને ભોજન આપી અનોખી ઉજવણી
    Next Article
    ગાંધીનગરમાં NCC કેડેટ્સને સાયબર યુદ્ધ માટે તૈયાર કરાશે:રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં 12 દિવસીય ‘સાયબર ડિફેન્ડર કોર્સ’નો પ્રારંભ, 160થી વધુ કેડેટ્સને એથિકલ હેકિંગ સહિતની તાલીમ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment