Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નાયબ દંડક જગદીશભાઈ મકવાણાના જન્મદિવસની ઉજવણી:બહેનોને જગ વિતરણ, મંદબુદ્ધિ બાળકોને ભોજન આપી અનોખી ઉજવણી

    1 day ago

    નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનો 55મો જન્મદિવસ સુરેન્દ્રનગર જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવ્યો. આ ઉજવણીમાં ગંગાસ્વરૂપા બહેનોને પાણીના જગનું વિતરણ, મંદબુદ્ધિના બાળકોને ભોજન અને પશુઓને ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો. વઢવાણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત આ સેવાકાર્યોમાં સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હજારો કાર્યકરો વહેલી સવારથી જ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર મતવિસ્તારમાં સેવાનો માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન અનેક સેવાકીય કાર્યો થયા. ગંગાસ્વરૂપા (વિધવા) બહેનોને પાણીના જગનું વિતરણ કરાયું. સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓને ચોકલેટ અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો. પાંજરાપોળ ખાતે અબોલ પશુઓ માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિકલાંગ અને મંદબુદ્ધિના બાળકો તેમજ જરૂરિયાતમંદોને આદરપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું. જન્મદિવસના શુભ અવસરે ધારાસભ્યએ વિવિધ મંદિરોની મુલાકાત લઈ પૂજા-અર્ચના કરી અને વિસ્તારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. પોતાની ઉજવણી અંગે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, "હું પ્રજાનો છું અને પ્રજા વચ્ચે જ મારો જન્મદિવસ ઉજવવો મને ગમે છે. જનતાનો આ પ્રેમ અને આશીર્વાદ જ મને રાત-દિવસ લોકસેવા કરવાની શક્તિ આપે છે. આજે થયેલા તમામ સેવાકીય કાર્યો બદલ હું તમામ કાર્યકરો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માનું છું."
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:શહેરીજનો સાવધાન! 108 જગ્યાએ વરસાદી પાણી ભરાશે, પરિણીત યુવકનું પરિણીતા પર દુષ્કર્મ
    Next Article
    ભુજમાં કરોડોના વિદેશી દારૂનો નાશ કરાયો:પશ્ચિમ કચ્છ પોલીસે રોલર ફેરવીને જથ્થાનો નાશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment