Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં:કહ્યું- ગુજરાત વિકાસ-પર્યાવરણ સંરક્ષણમાં દેશને દિશા બતાવી રહ્યું છે; સિંહોના મોત મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકાર સંવેદનશીલ

    1 day ago

    કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે ગાંધીનગર ખાતે આવેલા હાઈટેક 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' ની મુલાકાત લીધી હતી. આ કેન્દ્રના આધુનિક ડેટા મોનિટરિંગ અને શિક્ષણ મોડલના ભારોભાર વખાણ કરીને તેમણે આને દેશ માટે રોલ મોડેલ ગણાવ્યું હતું. મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ જનવિશ્વાસના ઐતિહાસિક વર્ષો રહ્યા છે. આ સિવાય ગુજરાતમાં તાજેતરમાં થયેલા એશિયાટિક સિંહોના મોતના સંવેદનશીલ મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકાર આ બાબતે ખૂબ ગંભીર છે અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી સમીક્ષા થઈ રહી છે. PMની સેવા યાત્રાને 25 વર્ષ પૂર્ણ, ગૃહમંત્રીના ગ્રીન કેમ્પેનની પ્રશંસા કરી બનાવની વિગત એવી છે કે, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પીએમ નરેન્દ્ર મોદીના શાસનને બિરદાવતા કહ્યું કે, વડાપ્રધાને 12 વર્ષ સુધી દેશના લોકપ્રિય અને જનકેન્દ્રિત નેતા તરીકે સફળતાપૂર્વક શાસન કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેથી શરૂ થયેલી તેમની જનસેવા અને સમર્પણની યાત્રાને હવે 25 વર્ષ પૂર્ણ થયા છે, જે દેશના રાજકીય ઇતિહાસનો સુવર્ણ અધ્યાય છે. આ ઉપરાંત, તેમણે ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદીય ક્ષેત્રને હરિયાળું બનાવવા માટે હાથ ધરાયેલા પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને બિરદાવ્યા હતા અને કહ્યું કે "એક પેડ મા કે નામ" અભિયાન હવે દેશમાં જનઆંદોલન બની ગયું છે. ગિફ્ટ સિટી અને ધોલેરાના કારણે ગુજરાત સેમિકન્ડક્ટર-મેન્યુફેક્ચરિંગમાં દેશનું હબ બન્યું ગાંધીનગર મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ઇલેક્ટ્રોનિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો સાથે ખાસ બેઠક કરી હતી. તેમણે ઉમેર્યું કે, ધોલેરા અને ગિફ્ટ સિટી (GIFT City) જેવા મેગા પ્રોજેક્ટ્સના કારણે ગુજરાત સેમિકન્ડક્ટર, નવી ટેક્નોલોજી, સ્કિલ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં દેશભરમાં મોખરે છે. ગુજરાતમાં ઉદ્યોગો માટે શાંતિપૂર્ણ અને પોઝિટિવ વાતાવરણ છે, જે ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં સૌથી મોટું યોગદાન આપી રહ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓની હાજરી અને શિક્ષણની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ થાય છે, જે મોડલ હવે અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. સિંહોના મોત મુદ્દે શું કહ્યું? ગુજરાતમાં તાજેતરમાં થયેલા સિંહોના મોત અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આ મુદ્દે સંપૂર્ણપણે સંવેદનશીલ છે. વન મંત્ એ સ્થળ મુલાકાત લઈને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી છે અને તેઓ સતત સંપર્કમાં છે. ગુજરાત સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે અસરકારક કામગીરી કરી છે. હાલની ઘટનાના કારણો જાણવા માટે અભ્યાસ ચાલી રહ્યો છે અને જરૂરી તમામ પગલાં સંવેદનશીલતા સાથે લેવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે, રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વરસાદ આવશે એટલે આ 108 જગ્યા પર પાણી ભરાશે, લિસ્ટ:કરંટ લાગવાના બનાવો વચ્ચે માત્ર 40% જ સ્ટ્રીટ લાઇટના થાંભલાની કામગીરી,ભૂવા પડે છે ત્યાં પુરાણ કરાશે
    Next Article
    કાલુપુર સ્ટેશનના ડિજિટલ લોકરને મુસાફરોનો સારો પ્રતિસાદ:14 દિવસમાં 298 લોકોએ લોકર યુઝ કરતા 36 હજારથી વધુની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment