Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલુપુર સ્ટેશનના ડિજિટલ લોકરને મુસાફરોનો સારો પ્રતિસાદ:14 દિવસમાં 298 લોકોએ લોકર યુઝ કરતા 36 હજારથી વધુની આવક

    1 day ago

    શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર શરૂ કરાયેલી ડિજિટલ લોકર સુવિધાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર 14 દિવસમાં જ આ સુવિધાથી રેલવેને 36 હજાર રૂપિયાથી વધુની આવક થઈ છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે હવે મેન્યુઅલ ક્લોક રૂમની સાથે ડિજિટલ લોકરની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. 5 જૂનથી કાલુપુર રેલવે સ્ટેશન પર શરૂ થયેલી આ સુવિધાનો 18 જૂન સુધીમાં 298 મુસાફરોએ ઉપયોગ કર્યો છે. આ સમયગાળા દરમિયાન ડિજિટલ લોકરમાંથી કુલ 36 હજાર 14 રૂપિયાની આવક નોંધાઈ છે. મુસાફરો પોતાના સામાનને સુરક્ષિત રીતે લોકરમાં રાખી શકે છે અને શહેરમાં પોતાના કામકાજ કે ફરવા માટે નિશ્ચિંત બની શકે છે. રૂ. 40થી લઈને 280 સુધીનો ચાર્જ ડિજિટલ લોકર માટે 3 કલાકથી 24 કલાક સુધીના સમયગાળા મુજબ અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સામાનના પ્રકાર પ્રમાણે 40 રૂપિયાથી લઈને 280 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે. જ્યારે મેન્યુઅલ ક્લોક રૂમમાં 15થી 30 રૂપિયા સુધીની ફી લેવામાં આવે છે. મુસાફરો ઓનલાઈન બુકિંગ દ્વારા પણ લોકર રિઝર્વ કરી શકે છે અથવા સ્ટેશન પર આવીને સીધો સામાન જમા કરાવી શકે છે. વધુ સ્ટેશનો પર સુવિધા વિકસાવવા આયોજન રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, લોકરમાં રાખવામાં આવેલો સામાન સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. કાલુપુર બાદ હવે સાબરમતી રેલવે સ્ટેશન પર પણ આવી ડિજિટલ લોકર સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી ચાલી રહી છે. મુસાફરોને સુરક્ષિત અને આધુનિક સુવિધા પૂરી પાડવાના પ્રયાસ વચ્ચે કાલુપુર રેલવે સ્ટેશનનું ડિજિટલ લોકર સફળ સાબિત થઈ રહ્યું છે અને આગામી સમયમાં વધુ સ્ટેશનો પર પણ આ સુવિધા વિસ્તરશે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં:કહ્યું- ગુજરાત વિકાસ-પર્યાવરણ સંરક્ષણમાં દેશને દિશા બતાવી રહ્યું છે; સિંહોના મોત મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકાર સંવેદનશીલ
    Next Article
    Food Festivals And Exciting Events To Check Out Across India In May And June 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment