Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું:મંત્રી પી.સી. બરંડાએ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને આહ્વાન કર્યું

    2 days ago

    અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા યોજાઈ હતી. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કાર્યશાળામાં તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આ જિલ્લા કક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા ગાયત્રી મંદિર, શામળાજી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી બરંડાએ ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખેતીનો ત્યાગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા જણાવ્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિથી પર્યાવરણ અને માનવજીવનને થતા ફાયદાઓ વિશે પણ જાગૃત કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલે વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પ, ખેડૂતોની આવક બમણી કરવાના ધ્યેય અને ખેતીવાડી, બાગાયત તથા આત્મા વિભાગની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ સંમેલનમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો, જીવામૃત, ઘનજીવામૃત અને મૂલ્યવર્ધન અંગે સૌને માહિતગાર કર્યા હતા. વિવિધ વિસ્તારના ખેડૂત ભાઈ-બહેનો આ સંમેલનમાં સહભાગી થયા હતા.
    Click here to Read More
    Previous Article
    હિરોઈન બનવાની આંધળી દોટમાં સગીરાએ ઘર છોડ્યું:₹500 લઈ સપનું પૂરું કરવા જતાં ટ્રેનમાં બેસી ભરૂચ આવી, સખી સેન્ટરની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું
    Next Article
    Mahisagar Rain Update News | મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment