Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગેસ લીકેજથી આગ લાગી:ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

    3 days ago

    જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી તુલીપ સોસાયટીમાં ગુરુવારે રાત્રે એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં આગ લાગી હતી. કાનજીભાઈ નકૂમના મકાનમાં બનેલી આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા જ પરિવારજનો અને આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સૌપ્રથમ 112 પોલીસ કંટ્રોલની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ, જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ તપાસ કરતાં જાણવા મળ્યું કે ગેસ સિલિન્ડર સાથે જોડાયેલી રબરની નળીમાંથી ગેસ લીક થવાના કારણે આગ ભભૂકી હતી. ફાયર બ્રિગેડની ટીમે જોખમ વચ્ચે કામગીરી કરીને સળગતા સિલિન્ડરને સલામત રીતે બહાર કાઢ્યો હતો અને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની સમયસૂચક અને કુશળ કામગીરીના કારણે આગ મકાનના અન્ય ભાગોમાં ફેલાતી અટકી હતી. આના પરિણામે કોઈ મોટી જાનહાનિ કે વ્યાપક નુકસાન સર્જાયું ન હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ ફાયર વિભાગે નાગરિકોને ગેસ સિલિન્ડર, રેગ્યુલેટર અને રબરની નળીની સમયાંતરે તપાસ કરાવવાની અપીલ કરી છે. વધુમાં, ગેસ લીકેજ જણાય તો તાત્કાલિક તકેદારી રાખવા અને સુરક્ષાના પગલાં લેવા પણ સૂચન કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    VIDEO: 'તારક મહેતા' શોનો 'બાઘા' સેટ પર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો:માતાની યાદ આવતા ભાંગી પડ્યો; શૂટિંગ રોકવું પડ્યું, પ્રોડ્યુસર અસિત મોદીએ ટેકો આપ્યો
    Next Article
    જામનગરમાં 'રન ફોર યોગ' રેલી યોજાઈ:ITRA દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment