Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:ડુંગરપુર જિલ્લામાંથી દારૂના કેસનો ફરાર આરોપી પકડાયો

    21 hours ago

    અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઇસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી એસપી મનોહરસિંહ એન. જાડેજાની સૂચના બાદ નાસતા ફરતા આરોપીઓને પકડવા ડ્રાઈવ ચલાવાઈ રહી છે. તે અંતર્ગત LCB PI એમ.એચ. ઝાલાની અધ્યક્ષતામાં PSI વી.જે. તોમર, PSI પી.પી. સોલંકી, PSI વી.ડી. વાઘેલા સહિતની ટીમ વોચમાં હતી.દરમિયાન બાતમી મળી કે ઇસરી પો.સ્ટે. પ્રોહી એક્ટ કલમ 65 એ, ઇ, 81 મુજબના ગુનાનો આરોપી રાજીવ ઉદયલાલ મીણા (35) રહે. ભીંડા, તા. જોથરી, જિ. ડુંગરપુર પોતાના ઘરે હાજર છે. LCBની ટીમે તાત્કાલિક રાજસ્થાન પહોંચી આરોપીના ઘરે તપાસ કરતાં તે મળી આવ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં તે ઉપરોક્ત ગુનામાં અટક કરવાનો બાકી હોવાનું જણાયું હતું. જેથી ગુરુવારના રોજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(આઈ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ઇસરી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ:જનજીવન પ્રભાવિત, ગરમીથી રાહત; ખેડૂતોમાં ખુશી
    Next Article
    JD Vance Postpones Switzerland Visit For Iran Talks: White House

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment