Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં વીજ તાર પડતાં પિતા-પુત્રના મોત:ગોંડલ, અમરેલી, વડોદરા અને ગાંધીનગરમાં પણ વરસાદ; જામનગર જિલ્લા પંચાયત કચેરી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા

    23 hours ago

    ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. 17 જૂનના રોજ રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, દાહોદ, નવસારી, છોટાઉદેપુર, આણંદ, ગોધરા, અરવલ્લી સહિત અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ રાત્રિના વરસાદી માહોલ છવાયો હતો અને સામાન્ય છાંટા વરસ્યા હતાં. આજે વહેલી સવારથી ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે. બીજી તરફ બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામેથી દુઃખદ ઘટના સામે આવી છે. ગત રાત્રે ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા. હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમચાાર પણ વાંચોઃ અલનીનોની સંભવિત અસરને લઈ સરકાર એક્શનમાં બાલાસિનોરમાં સૌથી વધુ 5.78 ઇંચ વરસાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાત્રિ દરમિયાન સૌથી વધુ 5.78 ઇંચ (147mm) ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કોઠંબામાં 1 ઇંચ (26mm), લુણાવાડામાં 19mm, વીરપુરમા 11mm, ગોધરામાં 09mm અને ખાનપુરમાં 03mm વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના અમીરગઢ અને પાલનપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલના ગોધરા, છોટાઉદેપુર, આણંદના બોરસદ અને પેટલાદ પંથકમાં પણ મોડીરાત્રે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલ અને ઓગણજ આસપાસ પણ વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાજ્યમાં પડેલા વરસાદની તસવીરો...
    Click here to Read More
    Previous Article
    First Indian-origin scorer, Mario Miranda and Big Foot museum of Loutolim
    Next Article
    જામનગરમાં આંગણવાડી બહેનોએ કમિશનરને રજૂઆત કરી:પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે સામુહિક રાજીનામાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment