Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના વકીલોએ બે જજોની કોર્ટનો કર્યો બહિષ્કાર:બાર એસોસિયેશનના ખાસ જનરલ બોર્ડમાં વકીલો સાથે ગેરવર્તન કરતા જજોનો બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો

    1 day ago

    રાજકોટના વકીલોએ એક મહિલા જજ સહિત બે જજોની કોર્ટનો બહિષ્કાર કરવા નિર્ણય કરી બાર એસોસીએશનના જનરલ બોર્ડમાં ખાસ ઠરાવ પણ કર્યો છે. રાજકોટ બાર એશોસીએશનની સામાન્ય સભા આજરોજ તારીખ 18 જૂન 2026ના રોજ મળી હતી જેમાં સર્વાનુમતે બહિષ્કાર કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. રાજકોટમાં એક મહિલા સહીત બે બે જજો વિરૂધ્ધ લેખીત તેમજ મૌખીક ફરીયાદો મળી છે તે સબંધે રાજકોટના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજને અગાઉ વકીલો તેમજ રાજકોટ બાર એસોશિએશનના હોદેદારોએ પ્રશ્નોના નીવારણ અંગે રજુઆત કરી હતી પરંતુ આમ છતા વકીલોના પ્રશ્નોનું નીરાકરણ ન આવતા બન્ને જજોની કોર્ટનો બહિષ્કાર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ બાર એસોસિએશનની આજની સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી હતી કે સિનિયર તથા જુનિયર વકીલો તરફથી ફરિયાદ મળી છે કે ડી ડી શાહ મેડમ તથા એચ એચ ગુપ્તા સાહેબની કાર્ય પધ્ધતી તેમજ વાણી, વર્તન અને વ્યવહારમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી માટે આ બન્ને જજો વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી આ બન્ને કોર્ટનો બહીષ્કાર કરવા અંગે રાજકોટ બાર એસોસિએશનને રજુઆત કરવામાં આવી છે જેને ધ્યાનમાં લઇ સામાન્ય સભામાં હાજર તમામ સિનિયર તથા જુનિયર વકીલોની સર્વ સંમતીથી અને સર્વાનુમતે ઉપરોક્ત બન્ને જજોની કોર્ટમાં વકીલોના તમામ પ્રશ્નોનું નીરાકરણ ન આવે ત્યાં સુધી અચોકકસ મુદત માટે બંન્ને કોર્ટોનો બહીષ્કાર કરવાનુ સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બે કોર્ટોનો બહિષ્કાર કરવામાં આવ્યો હોવાથી વકીલોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યા સુધી આ બન્ને કોર્ટોમાં હાલ પ્રોડકશન તેમજ અન્ય જે કોઈ ચાર્જ હોય તે લઈ લેવા તેમજ આ બન્ને કોર્ટોમાં ચાલતા કેસોમાં પક્ષકારોને નુકસાન ન જાય તે રીતે તમામ કેસોની યથાવત પરિસ્થિતિ જાળવવા તેમજ વકીલોની ગેરહાજરીમાં કોઈ કેસોમાં કોઈપણ જાતના હુકમો ન ફરમાવવા અંગેની રાજકોટના પ્રીન્સીપાલ ડીસ્ટ્રીકટ જજને રજુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આવતા વર્ષે એક અઠવાડિયા વહેલા શરૂ થશે IPL:ગરમી, પ્રી-મોન્સુન વરસાદના કારણે લીધો નિર્ણય, પરંતુ મેચો વધશે નહીં
    Next Article
    ‘પૈસા હોત તો પ્રાઈવેટમાં લઈ જાત, હવે સિવિલનો જ ભરોસો’:સુરત BRTSની અડફેટે આવેલી 14 વર્ષની ખતીજા 24 કલાકથી બેભાન, ડોક્ટરે કહ્યું- ભાનમાં ન આવે ત્યા સુધી ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment