Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગ આરોગ્ય વિભાગમાં ખળભળાટ:આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે લાખોની છેતરપિંડીના આક્ષેપ બાદ એજન્સી સામે તપાસના આદેશ

    16 hours ago

    ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી અને આર્થિક શોષણનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. મહેસાણા સ્થિત ‘અલ્ટ્રા મોડર્ન એજન્સી’ સામે કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પગલે સમગ્ર સરકારી આલમમાં ચર્ચા જગાવી છે. આ મામલાની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. એજન્સી સામે આર્થિક શોષણના ગંભીર આક્ષેપો મળતી માહિતી અનુસાર, આરોગ્ય વિભાગમાં વિવિધ સેવાઓ માટે આઉટસોર્સિંગ પદ્ધતિથી નિમણૂક પામેલા કર્મચારીઓએ એજન્સીની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે પગાર અને ભથ્થામાં ગેરરીતિ: એજન્સી દ્વારા કર્મચારીઓના પગાર, ભથ્થાં અને અન્ય નાણાકીય લાભોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. કેટલાક કર્મચારીઓએ ફરિયાદ કરી છે કે તેમના હકના નાણાંમાંથી કોઈ પણ યોગ્ય કારણ વગર કપાત કરવામાં આવી છે. સરકારી નિયમો અનુસાર મળવાપાત્ર અન્ય જરૂરી નાણાકીય લાભોથી પણ કર્મચારીઓને વંચિત રાખવામાં આવ્યા છે. તમામ અસરગ્રસ્ત કર્મચારીઓના નિવેદનો લેવાશે : જિલ્લા આરોગ્ય અધિકારી આ સમગ્ર કૌભાંડ અને ફરિયાદો અંગે ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હિમાંશુ ગામિતે સત્તાવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. આરોગ્ય ખાતાના આઉટસોર્સિંગ કર્મચારીઓ તરફથી છેતરપિંડી અને આર્થિક શોષણ અંગેની લેખિત-મૌખિક રજૂઆતો મળી છે. આ ફરિયાદોના આધારે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવશે. તમામ અસરગ્રસ્ત કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવશે અને એજન્સીના દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરીને સત્ય બહાર લાવવામાં આવશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તપાસ દરમિયાન જે પણ તથ્યો કે પુરાવા સામે આવશે, તેનો અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. જો એજન્સી દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે નિયમભંગ સાબિત થશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટેની ભલામણ પણ કરાશે. કર્મચારીઓમાં ભારે રોષ આ ઘટનાને પગલે પોતાના હક માટે લડતા આઉટસોર્સિંગ કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ માગ કરી છે કે આ મામલે કોઈ પણ વગ વગર સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય જેથી ગરીબ અને મધ્યમ વર્ગના કર્મચારીઓને ન્યાય મળી શકે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે, ત્યારે હવે આવનારા દિવસોમાં આ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને દોષિતો સામે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વરસતા વરસાદમાં શિક્ષકોના ધરણા:PM દેશના 25 લાખ શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય સંસદમાં લેવડાવે તેવી માંગ
    Next Article
    બનાસકાંઠામાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે મુખ્ય કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment