Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પંચાયતમાં લાખોના કૌભાંડનો આક્ષેપ:આરટીઆઈમાં કાગળ પર ગટર, હદ બહાર પાણીની લાઇનનો ખુલાસો; સરપંચે આક્ષેપો નકાર્યા

    14 hours ago

    વલસાડના તિથલ ગ્રામ પંચાયતમાં ૨૦૨૨ થી ૨૦૨૬ દરમિયાન સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને નાણાકીય ઉચાપતનો ખુલાસો થયો છે. આરટીઆઈ હેઠળ મળેલા દસ્તાવેજોના આધારે આ આક્ષેપો થયા છે. જાગૃત નાગરિકોએ ઉચ્ચ કચેરીઓમાં લેખિત રજૂઆત કરતાં પંથકમાં ચકચાર મચી છે. આરટીઆઈ દ્વારા પ્રાપ્ત સરકારી દસ્તાવેજો મુજબ, પંચાયતમાં ભ્રષ્ટાચાર અને નાણાકીય ઉચાપતના બે મુખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. પ્રથમ કિસ્સામાં, તિથલના પટેલ ફળિયા વિસ્તારમાં નાળા ગટરનું કોઈ કામ થયું ન હોવા છતાં, 2023-24 દરમિયાન ₹2,00,000/- ના ખોટા બિલ બનાવી સરકારી રકમ ઉચાપત કરાઈ છે. ઉપલી કચેરીઓમાંથી કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ મેળવી લેવાયું છે. સ્થાનિક રહીશોએ લેખિતમાં જણાવ્યું છે કે સ્થળ પર આવું કોઈ કામ થયું નથી. બીજા કિસ્સામાં, 2022-23 માં ડીમ્પલ એસ્ટેટ સોસાયટીમાં પાણીની પાઇપલાઇન નાખવાના કામ માટે ₹2,50,000/- ઉઠાવી લેવાયા છે. આ સોસાયટી તિથલ ગ્રામ પંચાયતની હદમાં આવતી નથી, પરંતુ સુરવાડા ગ્રામ પંચાયતની હદમાં આવે છે. સુરવાડા પંચાયતના સરપંચ અને તલાટીએ પણ લેખિતમાં આ વાતની પુષ્ટિ કરી છે. પોતાની હદ બહાર કામ બતાવી બોગસ કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવી નાણાકીય ઉચાપત કરાઈ છે. આ આક્ષેપો અંગે તિથલ ગ્રામ પંચાયતના સરપંચ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, "અમારા પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે. તમામ કામો ગ્રાઉન્ડ પર પારદર્શક રીતે કરવામાં આવ્યા છે અને અમારી પાસે તેના તમામ પુરાવાઓ મોજૂદ છે." જાગૃત નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને કલેક્ટરને લેખિત રજૂઆત કરીને જવાબદારો સામે કડક ખાતાકીય તપાસ કરવા અને પ્રજાના ટેક્સના નાણાં વ્યાજ સાથે વસૂલ કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપો:ભરૂચ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
    Next Article
    રાજકોટમાં વરસતા વરસાદમાં શિક્ષકોના ધરણા:PM દેશના 25 લાખ શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય સંસદમાં લેવડાવે તેવી માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment