Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપો:ભરૂચ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

    12 hours ago

    ભરૂચ જિલ્લામાં વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા માટે ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ રજૂઆતમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. તાજેતરમાં 29 મે, 2026 ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા બાદ વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકો માટે પણ TET ફરજિયાત બનવાની સ્થિતિ ઊભી થઈ છે. આના કારણે દેશભરના લાખો વરિષ્ઠ શિક્ષકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાન પર દેશવ્યાપી રજૂઆતોનો દોર શરૂ થયો છે, જેના ભાગરૂપે ભરૂચમાં પણ શિક્ષકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી. મહાસંઘના પ્રમુખ પ્રવીણ સોલંકીના નેતૃત્વમાં કરાયેલી રજૂઆતમાં મુખ્યત્વે ચાર માંગણીઓ કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2010 પહેલાં કાયદેસર રીતે નિમણૂક પામેલા શિક્ષકોને TETમાંથી કાયમી મુક્તિ આપવી, નવા નિયમોને ભૂતકાળની અસરથી લાગુ ન કરવા, વરિષ્ઠ શિક્ષકોની સેવા, વરિષ્ઠતા અને બઢતી સહિતના હકોનું રક્ષણ કરવું, તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં વિશેષ જોગવાઈ કરી કાયદાકીય ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દેશભરના રાજ્યો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરીને શિક્ષકોમાં વ્યાપેલી અનિશ્ચિતતા દૂર કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી લાખો વરિષ્ઠ શિક્ષકોના મનોબળ પર પ્રતિકૂળ અસર થઈ છે અને તેમના ભવિષ્ય અંગે ચિંતા ઊભી થઈ છે. લોકશાહી વ્યવસ્થામાં સંસદ સર્વોપરી હોવાથી, કેન્દ્ર સરકાર શિક્ષકોના હિતમાં કાયદાકીય સુધારો કરીને યોગ્ય ન્યાય આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષકો અને મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    TET પરીક્ષાના નિર્ણય સામે શિક્ષકોનો વિરોધ:છોટા ઉદેપુરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો
    Next Article
    વલસાડ પંચાયતમાં લાખોના કૌભાંડનો આક્ષેપ:આરટીઆઈમાં કાગળ પર ગટર, હદ બહાર પાણીની લાઇનનો ખુલાસો; સરપંચે આક્ષેપો નકાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment