Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં પાણીની લાઈન લીકેજ:એક મહિનાથી રિપેર નહીં, દરરોજ હજારો લીટર પાણીનો વેડફાટ

    19 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન હેઠળ આવતા વઢવાણ શહેરના ધોળી પોળ વિસ્તારમાં મુખ્ય પાણીની ટાંકીની મેઈન લાઈનમાં લીકેજ થયું છે. છેલ્લા એક મહિનાથી આ સમસ્યા યથાવત છે, જેના કારણે દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. આ પાણીની લાઈન દક્ષિણ ઝોન હેઠળના વઢવાણ શહેરને પાણી પૂરું પાડે છે. મોટા પાયે પાણીનો વેડફાટ થવા છતાં, વઢવાણના કેટલાક વિસ્તારોમાં ચાર દિવસ સુધી પાણી મળતું નથી, જેનાથી પાણીની ગંભીર અછત સર્જાઈ છે. સ્થાનિક રહીશો દ્વારા આ લીકેજ અંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. જોકે, એક મહિનો વીતી જવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી આ લીકેજને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. મહાનગરપાલિકાની આ બેદરકારીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. એક તરફ પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે અને બીજી તરફ લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગરમીના આકરા તડકા પછી ભાવનગરમાં મેઘમહેર:છેલ્લા 10 દિવસની અસહ્ય ગરમી બાદ ભાવનગરમાં વરસાદી ઝાપટાં
    Next Article
    Ahmedabad News | ચાંગોદર-બાવળા રોડ પર ઈલેક્ટ્રિક બાઇક કંપનીમાં આગ | Changodar | Bavla | Highway

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment