Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુકરમુંડા પોલીસે મોટરસાયકલ ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપ્યો:મટાવલ ચેક પોસ્ટ પરથી આરોપી સોનુ ઉર્ફે શાહરુખ પઠાનની ધરપકડ

    2 days ago

    તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસે મોટરસાયકલ ચોરીના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી મટાવલ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશ હેઠળ, કુકરમુંડા પોલીસ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી રહી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, ગત તારીખ 16 જૂન, 2026ના રોજ કુકરમુંડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.ડી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ મટાવલ પોલીસ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન, બાતમીના આધારે એક પેસેન્જર ભરેલી ઓટો રિક્ષાને રોકવામાં આવી હતી. રિક્ષામાં બેઠેલા પેસેન્જરોની તપાસ કરતા, તેમાંથી સોનુ ઉર્ફે શાહરુખ લતિફ હિદાયત પઠાન (રહે. ખેતીયા રોડ, શાહદા, મહારાષ્ટ્ર) મળી આવ્યો હતો. તે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસ પૂછપરછમાં આરોપી સોનુ ઉર્ફે શાહરુખ પઠાને કબૂલ્યું હતું કે તેણે અગાઉ પકડાયેલા આરોપીઓ ફરાદિન મહમૂદ પઠાન અને રેહાન જાકીર પીંજારી પાસેથી હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ (નંબર MH-39-R-2490) ના સ્પેર પાર્ટ મેળવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બેડી-હડમતીયાના ગ્રામજનોએ હાઇવે પર કર્યો ચક્કાજામ:ખરાબ રોડના લીધે 2ના મોત થયાનો આક્ષેપ; સત્તાધીશોને અનેક રજૂઆત બાદ પણ નક્કર કાર્યવાહી
    Next Article
    જોરાવરનગર પોલીસે ગુમ બાળકને શોધી કાઢ્યો:નેત્રમ કેમેરાની મદદથી પરિવારને પરત સોંપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment