Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પટ્ટણી દેવીપૂજક યુવાનોની પ્રથમ ચારધામ યાત્રા શરૂ:અંબિકા શાકમાર્કેટમાં સન્માન, 'આપણું ઘર' સંસ્થાને દાન કર્યું

    1 day ago

    પાટણના પટ્ટણી દેવીપૂજક સમાજના યુવાનોએ તેમની પ્રથમ ચારધામ યાત્રા શરૂ કરી છે. યાત્રા પહેલાં તેમણે સેવાભાવના દર્શાવીને 'આપણું ઘર' સંસ્થામાં નિરાધાર બાળકો માટે શાકભાજી અને અનાજનું દાન કર્યું હતું. આ ઉપરાંત, અંબિકા શાકમાર્કેટના વેપારીઓએ તેમનું સન્માન કરીને યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ યુવાનો પ્રથમવાર આવી પવિત્ર યાત્રાએ જઈ રહ્યા હોવાથી અંબિકા શાકમાર્કેટના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્કેટના પ્રમુખ મનોજ પટેલની ઉપસ્થિતિમાં વેપારીઓએ યાત્રાએ જતાં યુવાનોનું ફૂલહાર પહેરાવી ભાવભીનું સન્માન કર્યું હતું. પ્રમુખ મનોજ પટેલે યુવાનોને તેમની ચારધામ યાત્રા સુખરૂપ અને સફળ બની રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મનોજ પટેલે યુવાનોને એક વિશેષ અનુરોધ પણ કર્યો હતો કે, યાત્રા દરમિયાન અને ત્યારબાદ પણ બીડી, સિગારેટ, માવા-મસાલા અને દારૂ જેવા વ્યસનોનો કાયમ માટે ત્યાગ કરવાનો સંકલ્પ કરવો જોઈએ, જેથી આ તીર્થયાત્રા સાચા અર્થમાં સાર્થક થઈ શકે. પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરતા પહેલાં, આ યુવાનોએ સમાજ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો હતો. તેમણે પાટણ સ્થિત 'આપણું ઘર' નામની સંસ્થાની મુલાકાત લીધી, જે અનાથ અને નિરાધાર બાળકોની સંભાળ રાખે છે. આ સંસ્થામાં રહેતા બાળકોના ભોજન માટે, યુવાનો દ્વારા જુદી જુદી 18 પ્રકારની તાજી શાકભાજી તેમજ ચોખાનું એક મોટું કટ્ટુ અર્પણ કરવામાં આવ્યું હતું. યાત્રાએ જતા પહેલાં કરવામાં આવેલા આ સન્માન અને સેવાકાર્યથી સમાજના અન્ય યુવાનોને પણ નવી પ્રેરણા મળી છે. યાત્રા માટે રવાના થતાં પૂર્વ તમામ યુવાનોમાં ઉત્સાહ અને ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ:રાજકોટના બેડી અને હડમતીયા વચ્ચે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, જુદા-જુદા અકસ્માતોમાં બે વ્યક્તિનાં મોત થયાનો આરોપ
    Next Article
    સતત બીજા દિવસે શહેરમાં વરસાદ:બપોરે અચાનક વરસાદ શરૂ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા, ચોમાસાના આગમન પહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment