Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ સર્જાયો:સિઝનનો પહેલો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી, બપોરે અચાનક વરસાદ શરૂ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

    एक दिन पहले

    વડોદરા શહેરમાં આજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ગઈકાલે વરસેલા વરસાદ બાદ આજે સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. બપોર બાદ અચાનક વરસાદ શરૂ થતાં જનજીવન પર તેની અસર જોવા મળી હતી. ખાસ કરીને રેઇનકોટ અથવા અન્ય વરસાદી સુરક્ષા સાધનો વગર ઘરેથી નીકળેલા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પહેલો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયા બાદ આજે સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા રહ્યા હતા. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. બપોરના સમયે અચાનક વરસાદ શરૂ થતાં શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો અટવાઈ ગયા હતા. અનેક લોકો રેઇનકોટ અથવા છત્રી વિના બહાર નીકળ્યા હોવાથી તેઓને દુકાનો, બસ સ્ટેન્ડ અને અન્ય શેડ હેઠળ આશરો લેવાની ફરજ પડી હતી. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી હતી. વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી જવા સાથે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. જોકે અચાનક વરસેલા વરસાદને કારણે રોજિંદા કામકાજ માટે બહાર નીકળેલા લોકો અને દ્વિચક્રી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ગ્રામ્ય પોલીસે 22 આરોપીની ધરપકડ કરી'તી:રૂ.2500 કરોડના સાઈબર કૌભાંડમાં 5 આરોપીઓની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરતી સેશન્સ કોર્ટ
    Next Article
    સિદ્ધપુરમાં બળવંતી માતાજીના મંદિરમાં ચોરી:તસ્કરોએ દરવાજાનું તાળું તોડી દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. 1.95 લાખની મતાની ચોરી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment