Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલાસિનોર સ્થિત જમિયતપુરા ડમ્પિંગ સાઇટ મુદ્દે સર્વપક્ષીય વિરોધ:કાયમી બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ

    16 hours ago

    મહીસાગર જિલ્લાના બાલાસિનોર સ્થિત જમિયતપુરા ડમ્પિંગ સાઇટનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના આગેવાનોએ ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ડમ્પિંગ સાઇટને કારણે આસપાસના ગામોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને જનજીવન પર ગંભીર અસર પડી રહી છે. બાલાસિનોરના જમિયતપુરા ખાતે આવેલી મેસર્સ મોર્યા કંપનીની આ ડમ્પિંગ સાઇટને લઈને લાંબા સમયથી સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ડમ્પિંગ સાઇટના કારણે આસપાસના 7થી 8 ગામોના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો એકજૂટ થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખેડૂતોના બોર, કુવાઓ અને તળાવોમાં લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, દુર્ગંધ, વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણના કારણે લોકોના આરોગ્ય અને જનજીવન પર ગંભીર અસર થઈ રહી છે. અનેક વખત વિરોધ અને રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં હવે સ્થાનિકો લડતના મૂડમાં છે. બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પણ જિલ્લા કલેક્ટર અર્પિત સાગર સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે યોગ્ય સેમ્પલિંગ અને તપાસ કરાવવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે જો જરૂરી બનશે તો આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે યોગ્ય સેમ્પલ લઈને તપાસ કરાવવાની ખાતરી આપી છે. જમિયતપુરા ડમ્પિંગ સાઇટ મુદ્દે પક્ષ, વિપક્ષ અને અપક્ષના નેતાઓ એકજૂટ થતાં હવે આ સમગ્ર મામલો વધુ ગરમાયો છે અને સ્થાનિકોની નજર આગામી કાર્યવાહી પર મંડાઈ છે.
    Click here to Read More
    Previous Article
    After opposing PM SHRI, Kerala’s UDF government agrees to implement scheme — with riders
    Next Article
    અમેરિકામાં ગીરની સોનપરી કેરીની જોરદાર માગ:તાલાલાના ખેડૂતે સુરતથી 2050 બોક્સ એક્સપોર્ટ કર્યા, એક બોક્સના 70 ડોલર ભાવ; કેસર કરતાં પણ મોંઘી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment