Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકામાં ગીરની સોનપરી કેરીની જોરદાર માગ:તાલાલાના ખેડૂતે સુરતથી 2050 બોક્સ એક્સપોર્ટ કર્યા, એક બોક્સના 70 ડોલર ભાવ; કેસર કરતાં પણ મોંઘી

    18 hours ago

    ગુજરાતમાં કેરીની સીઝન હવે પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે ત્યારે વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં, ગુજરાતની કેરીની માંગ યથાવત જોવા મળી રહી છે. પરંપરાગત કેસર કેરીની સાથે હવે નવી સંશોધિત જાત સોનપરી કેરી પણ અમેરિકન બજારમાં ભારે લોકપ્રિય બની છે. ગીર પંથકમાં ઉત્પાદિત સોનપરી કેરીના 2050 બોક્સ મુંબઈથી એર કાર્ગો મારફતે અમેરિકા મોકલવામાં આવ્યા છે, જ્યાં તેનું વેચાણ પ્રતિ બોક્સ 70 યુએસ ડોલરના ભાવે થઈ રહ્યું છે. એર કાર્ગો મારફતે અમેરિકા મોકલાઈ સોનપરી કેરી ગીર પંથકના એક પ્રગતિશીલ ખેડૂતે વર્ષ 2021માં સોનપરી કેરીના આંબાનું વાવેતર કર્યું હતું. આ વર્ષે તૈયાર થયેલા પાંચ ટન કેરીના જથ્થાને ધ મેંગો માર્ટના ફાઉન્ડર ચેતન મેંદપરાએ ખરીદ્યો હતો. ત્યારબાદ સુરતમાં કેરીનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું અને મુંબઈના વાશીમાં અમેરિકી સરકારના અધિકારીઓની દેખરેખ હેઠળ રેડિએશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એર કાર્ગો મારફતે અમેરિકા મોકલવામાં આવી હતી. કેસરનું એક બોક્સ 45 ડોલર, સોનપરીના એક બોક્સનો 70 ડોલર ભાવ ચેતન મેંદપરાના જણાવ્યા અનુસાર, અમેરિકામાં સોનપરી કેરીને કેસર કેરી કરતાં પણ વધુ પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં કેસર કેરીનું એક બોક્સ અંદાજે 45 યુએસ ડોલરમાં વેચાય છે, ત્યાં સોનપરી કેરીનું એક બોક્સ 70 યુએસ ડોલર સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ ઉપરાંત ભારતીય મૂળના લોકો અને સ્થાનિક અમેરિકન ગ્રાહકોમાં પણ સોનપરી કેરીનું વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં 140 ટનથી વધુ કેરીની નિકાસ કરાઈ ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક હવે પૂર્ણ થઈ ગયો હોવાથી બાકી રહેલી માંગને પહોંચી વળવા કચ્છમાંથી ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરી મેળવી તેનું પણ પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતું. સોનપરી અને કચ્છની કેસર કેરી મળીને કુલ 2050 બોક્સ અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યા છે. ધ મેંગો માર્ટ દ્વારા અત્યાર સુધીમાં અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા તેમજ ગલ્ફ દેશોમાં 140 ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થતાં હજુ થોડા દિવસો સુધી સારી ગુણવત્તાની કેરી ઉપલબ્ધ રહેવાની શક્યતા છે. જો ચોમાસું વધુ ખેંચાશે તો આગામી 1 જુલાઈ સુધી કેરીની નિકાસ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાલાસિનોર સ્થિત જમિયતપુરા ડમ્પિંગ સાઇટ મુદ્દે સર્વપક્ષીય વિરોધ:કાયમી બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ
    Next Article
    How Trump's Iran Deal Is Creating Trouble For Netanyahu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment