Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુરમાં ટ્રિપલ તલાક:પત્નીની સંમતિ વિના બીજા નિકાહ કરનાર પતિ સામે કોર્ટના આદેશ બાદ ગુનો નોંધાયો

    16 घंटे पहले

    રાધનપુર તાલુકાના ખારીવાસ વિસ્તારમાં રહેતી એક મહિલાની સંમતિ વિના તેના પતિએ અન્ય મહિલા સાથે બીજા નિકાહ કરી લીધા હોવા અને બાદમાં લેખિતમાં તલાકનામું મોકલી ટ્રિપલ તલાક આપ્યાના આરોપસર રાધનપુર પોલીસે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં આખરે કોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. દિવ્યાંગ પુત્રના જન્મ બાદ પત્નીને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી મળતી માહિતી મુજબ, રાધનપુરના ખારીવાસમાં રહેતા 39 વર્ષીય રૂબીનાબેનના લગ્ન વર્ષ 2009માં વારાહી ખાતે રહેતા અને સરકારી નોકરી કરતા યાસીનભાઈ મહંમદભાઈ સીપાઈ સાથે મુસ્લિમ શરીયત મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને એક દિવ્યાંગ પુત્રનો જન્મ થયો હતો. ફરિયાદ મુજબ, પુત્રના જન્મ બાદ પતિ દ્વારા પત્ની અને પુત્ર સાથે દુર્વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો અને વર્ષ 2014માં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી પત્નીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. તે સમયે ભરણપોષણ અને ઘરેલું હિંસા સંબંધિત કેસો દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં સમાધાન થતાં તે કેસો પરત ખેંચવામાં આવ્યા હતા. જોકે, વર્ષ 2024માં ફરી એકવાર પતિએ પત્ની અને પુત્રને કોઈ કારણ વિના ઘરમાંથી કાઢી મુકતા મામલો ફરી કોર્ટ સુધી પહોંચ્યો હતો. રજીસ્ટર એડી મારફતે પત્નીને લેખિતમાં તલાકનામું મોકલી ટ્રિપલ તલાક આપ્યાં ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી ચાલુ હોવા છતાં યાસીનભાઈએ પત્નીની કોઈપણ પ્રકારની સંમતિ વિના અન્ય મહિલા સાથે બીજા નિકાહ કર્યા હતા. ત્યારબાદ 11 નવેમ્બર, 2024ના રોજ રજીસ્ટર એડી મારફતે પત્નીને લેખિતમાં તલાકનામું મોકલી ટ્રિપલ તલાક આપવાનો પ્રયાસ કર્યો હતો, જે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019ની જોગવાઈઓનું ઉલ્લંઘન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રાધનપુર કોર્ટના આદેશ બાદ પતિ સામે ગુનો આ મામલે અગાઉ યોગ્ય કાર્યવાહી ન થતાં ભોગ બનનાર મહિલાએ કોર્ટનો આશરો લીધો હતો. રાધનપુર કોર્ટના જાવક નંબર-376/2026ના આદેશના આધારે રાધનપુર પોલીસે આરોપી પતિ સામે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019ની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસની વધુ તપાસ પીએસઆઈ સમીરકુમાર છગનભાઈ પરમારને સોંપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં નિવૃત્ત વૃદ્ધના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું:બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમાથી તિજોરી તોડી સોના-ચાંદી અને રોકડ સહિત રૂ.1.80 લાખની ચોરી, પાડોશીએ ખુલ્લો દરવાજો જોઈ જાણ કરી
    Next Article
    Gujarat Monsoon Update | ખેંચાયેલા ચોમાસા અંગે હવામાન નિષ્ણાતોનું ચિંતાજનક અનુમાન|Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment