Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસથી લઈ ચોમાસા સુધીના મુદ્દાઓ પર આજે કેબિનેટ મંથન:નવી ઔદ્યોગિક નીતિ પર ખાસ ફોકસ, વાયબ્રન્ટ કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાયો

    2 days ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 5 વાગ્યે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. રાજ્યના વિકાસ, રોકાણ, ચોમાસાની તૈયારી અને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સહિતના મુદ્દાઓ પર બેઠકમાં વિસ્તૃત ચર્ચા થવાની છે. બેઠકમાં રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ અને તેમાં રોકાણ આકર્ષવા માટેની વ્યૂહરચના પર ખાસ ભાર મુકવામાં આવશે. સાથે જ પોલિસીના ગ્રાઉન્ડ લેવલ પર અસરકારક અમલીકરણ અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનની સમીક્ષા પણ કરવામાં આવશે. વાયબ્રન્ટ કોન્ફરન્સની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાયો આગામી દિવસોમાં પંચમહાલ જિલ્લામાં યોજાનારા વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત રાઉન્ડટેબલ કોન્ફરન્સ (VGRC)ની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવા અંગે પણ ચર્ચા થવાની છે. રાજ્યમાં વધુ રોકાણ અને રોજગારીની તકો ઊભી કરવા માટે જરૂરી આયોજન પર કેબિનેટ વિચારણા કરશે. ખેતી, સિંચાઈ અને પાણીના સંગ્રહ અંગેના આયોજનની સમીક્ષા ચોમાસાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેતી, સિંચાઈ અને પાણીના સંગ્રહ તથા વિતરણ અંગેના આયોજનની સમીક્ષા કરવામાં આવશે. ખેડૂતોને જરૂરી સહાય અને વરસાદી સિઝનમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી શકે છે. સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા બેઠકમાં ચર્ચા આ ઉપરાંત રાજ્યભરમાં ચાલી રહેલા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ, તેમના અમલીકરણની સ્થિતિ અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ અને અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ કેબિનેટમાં વિચારવિમર્શ થવાનો છે.
    Click here to Read More
    Previous Article
    નીલ રાવની દારૂ-જુગારના અડ્ડાવાળાઓ સાથે સાંઠગાંઠ:MP વસાવા- 'આમને પ્રમુખ પદેથી દૂર કરો'; MLA દર્શના દેશમુખ- 'મને નીચી બતાવવાનું નીલ રાવનું ષડયંત્ર'
    Next Article
    Ahmedabad News | AMC દ્વારા ચોમાસામાં વરસાદની સચોટ માહિતી મેળવવા વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ શરૂ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment