Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં દેશનું પ્રથમ ‘ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતી સર્કલ’ લોકાર્પિત:જહાજ, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર, સંઘવીએ કહ્યું- કોસ્ટ ગાર્ડ દેશની સમુદ્રી સરહદોના સાચા પ્રહરી

    2 दिन पहले

    ગાંધીનગરના CHH-4B સર્કલને હવે ‘ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતી સર્કલ’ તરીકે નવી ઓળખ મળી છે. ભારતીય તટરક્ષક દળની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકારે આ સર્કલને ભારતીય તટરક્ષક દળને સમર્પિત કર્યું છે. સોમવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશભરમાં ભારતીય તટરક્ષક દળને સમર્પિત આ પ્રકારનું પ્રથમ સર્કલ હોવાનું માનવામાં આવે છે. 'સર્કલ તેમના શૌર્ય, સમર્પણ અને રાષ્ટ્રસેવાને અપાયેલું સન્માન છે' આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારતીય તટરક્ષક દળ છેલ્લા પાંચ દાયકાથી દેશની સમુદ્રી સરહદોની સુરક્ષા, માછીમારોની સલામતી, બચાવ કામગીરી અને માનવતાવાદી સેવાઓમાં સતત અવિસ્મરણીય યોગદાન આપી રહ્યું છે. ગુજરાતને દેશનો સૌથી લાંબો દરિયાકિનારો મળ્યો છે અને તેની સુરક્ષામાં ભારતીય તટરક્ષક દળની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સર્કલ તેમના શૌર્ય, સમર્પણ અને રાષ્ટ્રસેવાને અપાયેલું સન્માન છે. જહાજ, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર સર્કલમાં ભારતીય તટરક્ષક દળની બહુમુખી કામગીરીને પ્રતિકાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. અહીં ઓફશોર પેટ્રોલ વેસલ (OPV), ડોર્નિયર એરક્રાફ્ટ અને એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH)ની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે, જે દરિયાઈ સુરક્ષા, હવાઈ દેખરેખ અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતાને દર્શાવે છે. ઉપરાંત કોસ્ટ ગાર્ડના જવાનોની પ્રતિમાઓ અને ડિજિટલ વોલ પણ ઉભી કરવામાં આવી છે, જેમાં દળની વિવિધ કામગીરીનું સતત પ્રદર્શન કરવામાં આવશે. ‘સર્કલ યુવા પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે’ હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સર્કલ માત્ર એક સ્મારક નથી, પરંતુ યુવા પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે. અહીં આવનારા લોકો ભારતીય તટરક્ષક દળની કામગીરી અને દેશની સમુદ્રી સુરક્ષામાં તેના યોગદાનને નજીકથી જાણી શકશે અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બનશે.
    Click here to Read More
    Previous Article
    ‘પંજાબી નિશાના અમિત શાહ, હિન્દુ અત્તવાદી, શહીદ નિજ્જર દા બદલા’:વડોદરા-સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે
    Next Article
    Gondal BJP Khedut Sammelan LIVE | ભાજપનું ખેડૂત સંમેલન | Jitu Vaghani એ કર્યા Congress પર પ્રહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment