Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘પંજાબી નિશાના અમિત શાહ, હિન્દુ અત્તવાદી, શહીદ નિજ્જર દા બદલા’:વડોદરા-સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે

    2 days ago

    વડોદરા અને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. મ્યુનિ. કમિશનર અને મેયરના મેઇલ પર ધમકી આવી હોવાની પ્રાથમિક માહિતી છે. મેઇલ મળતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ડોગ-બોમ્બ સ્કવોડ સહિતના લોકો કચેરી ખાતે પહોંચ્યા છે. ધમકીભર્યા મેઇલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી દ્વારા HMO અમિત શાહ ઓફિસે 3:11 વાગ્યે બ્લાસ્ટ કરવા ધમકી અપાઈ હતી. આ પણ વાંચો: જામનગર મનપાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી 6 ઓક્ટોબર: ‘RSSએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા...બદલા...’ અમદાવાદ અને ગાંધીનગરમાં 10 જૂનથી 20 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. જુદા-જુદા ઈ-મેઇલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓ CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ધમકી ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આપી છે. જો કે તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. વાંચો સંપૂર્ણ સમાચાર 18 માર્ચ: વિધાનસભા-અમદાવાદની સ્કૂલોને ખાલિસ્તાન નામે બોમ્બથી ઉડાવાની ધમકી ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ધમકીભર્યો મેઇલ મળતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભા ગૃહની કામગીરી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યે શરૂ કરાઈ હતી. આ દરમિયાન બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે અમદાવાદની શાળાઓને પણ બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ મળતા પોલીસ દોડતી થઈ હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 17 ડિસેમ્બર: અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી 17 ડિસેમ્બરના રોજ ખાલિસ્તાનના નામે અમિત શાહના લોકસભા મત વિસ્તારની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે 16 ફેબ્રુઆરીએ મેઈલ કરી લખ્યું હતું કે મોદી-શાહ ટાર્ગેટ છે. હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે. આટલું લખીને અમદાવાદ-વડોદરાની 40 સ્કૂલને બોમ્બની ધમકી આપી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    મંત્રીના પ્લેટવાળી થાર ગેરકાયદે સિંહ દર્શન કરવા ઘૂસી:વન વિભાગે રેડ પાડતાં તમામ વાહનો મૂકીને ભાગ્યાં; લોકોનો આક્રોશ- 'સરકારી ઓળખાણોમાં સિંહોની પજવણી કરવી યોગ્ય?'
    Next Article
    ગાંધીનગરમાં દેશનું પ્રથમ ‘ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતી સર્કલ’ લોકાર્પિત:જહાજ, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર, સંઘવીએ કહ્યું- કોસ્ટ ગાર્ડ દેશની સમુદ્રી સરહદોના સાચા પ્રહરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment