Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મહોરમ પર્વની તૈયારી શરૂ:વિશ્વવિખ્યાત ચાંદીના તાજિયા સહિત કલાત્મક તાજિયાનું નિર્માણ પૂરજોશમાં

    3 days ago

    જામનગર શહેરમાં ઇસ્લામ ધર્મના નવા વર્ષ, મહોરમ માસનો પ્રારંભ થયો છે. આ સાથે ઇસ્લામના 1448મા નવા વર્ષની શરૂઆત થઈ છે. હઝરત ઇમામ હુસૈન સાહેબની પવિત્ર શહાદતની યાદમાં ઉજવાતા આ તહેવારને લઈને જામનગરના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જામનગરમાં મહોરમ દરમિયાન બનતા તાજિયા તેમની કલાત્મકતા માટે વિશ્વભરમાં જાણીતા છે. ખાસ કરીને શહેરનો પ્રખ્યાત ચાંદીનો તાજીયો તેમજ અમી ધૂળધોયાનો તાજીયો સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને આકર્ષણનું કેન્દ્ર બને છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના યુવાનો છેલ્લા દોઢેક મહિનાથી દિવસ-રાત જોયા વગર તાજિયા બનાવવાની તૈયારીઓમાં લાગેલા છે. આ તાજિયાઓને આખરી ઓપ આપવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અંદાજિત ખર્ચ મુજબ, એક-એક કલાત્મક તાજિયાના નિર્માણ પાછળ અંદાજે રૂ. દોઢથી બે લાખનો ખર્ચ થાય છે. આ ખર્ચ તાજિયાની ભવ્યતા અને કલાત્મકતા જાળવવા માટે કરવામાં આવે છે. તાજિયાના માળખા માટે મુખ્યત્વે લાકડું અને થર્મોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર આકર્ષક રંગરોગાન અને ઝીણવટભરી ડિઝાઈન કંડારવામાં આવે છે, જે તેને અનોખો દેખાવ આપે છે. આ વર્ષે તાજિયાને રાત્રિના સમયે વધુ ભવ્ય દેખાવ આપવા માટે એલ.ઈ.ડી. (LED) લાઈટ્સ, આકર્ષક બલ્બ અને અવનવી સીરિઝ વડે સુશોભિત કરવામાં આવી રહ્યા છે. આનાથી તાજિયાની સુંદરતામાં વધારો થશે. જામનગર શહેરમાં સત્તાવાર રીતે કુલ 42 પરવાનાવાળા (લાઈસન્સ ધારક) તાજિયા છે. આ ઉપરાંત મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા સ્વેચ્છાએ અનેક નાના-મોટા કલાત્મક તાજિયાઓ પણ તૈયાર કરવામાં આવે છે. મહોરમ દરમિયાન આ તાજિયાઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.
    Click here to Read More
    Previous Article
    ખેડામાં ધોરણ 7ના વિદ્યાર્થીને ટ્રેલરે લીધું અડફેટે:પગ પર વ્હીલ ફરતા ગંભીર ઈજા થતા અમદાવાદ ખસેડાયો
    Next Article
    આણંદના થામણામાં મલ્ટી-સ્પેશિયાલિટી સ્ક્રીનિંગનું આયોજન:થામણાના વડીલોના વિશામો ખાતે સવારે 8:00થી બપોરે 2:00 વાગ્યા સુધી યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment