Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ બિલ્ડર એસોસિએશને નગરસેવકોનું સન્માન કર્યું:નગરપાલિકામાં ચૂંટાયેલા બિલ્ડર સભ્યો અને જનપ્રતિનિધિઓનું બહુમાન

    3 days ago

    પાટણ ડિસ્ટ્રીકટ બિલ્ડર એસોસિએશન દ્વારા નગરપાલિકામાં ચૂંટાઈ આવેલા નગરસેવકો અને બિલ્ડર સભ્યોના સન્માન માટે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ નીલમ પટેલ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ, છાયાબેન પટેલ, ગોપાલસિંહ રાજપૂત, ગૌરાંગ મોદી અને મગનલાલ પટેલ સહિતના મહાનુભાવોનું શાલ અને વૃક્ષ આપી સન્માન કરાયું હતું. આ સન્માન સમારોહનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નગરપાલિકામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંસ્થા સાથે સંકળાયેલા બિલ્ડર સભ્યોના યોગદાનને બિરદાવવાનો હતો. એસોસિએશનના હોદ્દેદારોએ તમામ નગરસેવકોને આવકારી, તેમના લોકઉપયોગી કાર્યો બદલ શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યના આયોજનો માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ સમારોહમાં પાટણ ડિસ્ટ્રીકટ બિલ્ડર એસોસિએશનના ચેરમેન વિપુલભાઈ પટેલ, પ્રમુખ નીલમભાઈ પટેલ, મંત્રી ધીલનભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને રાજુ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ખજાનચી નીતિનભાઈ પટેલ, વકીલ ચિંતનભાઈ પટેલ, કારોબારી ચેરમેન હર્ષ પ્રજાપતિ અને સહ-ખજાનચી આશિષ પટેલ સહિત અન્ય સભ્યોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે, બિલ્ડર એસોસિએશનના સભ્યો અને નગરપાલિકાના પ્રતિનિધિઓ વચ્ચે શહેરના વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ બાંધકામ ક્ષેત્રને લગતી વિવિધ બાબતો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ એસોસિએશનના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર સબજેલના જેલરની બદલી:જેલમાં વારંવાર મોબાઈલ મળતા જેલ વિભાગે લીધો નિર્ણય
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex, Nifty Open Flat As Oil Falls Close To 3-Month-Low

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment